અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે મોડાસા અને માતર કોર્ટમાં સજા વોરંટમાં નાસતા-ફરતા મોડાસાના રીઢા આરોપીને ઝડપી પાડી કોર્ટના હવાલે કરી દીધો હતો મોડાસાની અમનપાર્ક સોસાયટીમાં રહેતા મોં.સમીર મલેક અન્ય કોર્ટમાં પણ સજા પડેલી છે
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા કોર્ટમાં ત્રણ માસ અને માતર કોર્ટમાં છ માસની સજા વોરંટમાં નાસતો ફરતો મોડાસા કોલેજ રોડ પર આવેલ અમનપાર્ક સોસાયટીમાં રહેતો મોહમ્મદ સમીર મુસ્તુફામિયા મલેક તેના ઘરે હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ ટીમ તાબડતોડ અમનપાર્ક સોસાયટીમાં સજા વોરંટના આરોપીના ઘરે ત્રાટકી ઝડપી કોર્ટના હવાલે કરી દીધો હતો મોડાસા ટાઉન પોલીસે મોડાસા અને માતર કોર્ટમાં સજા પામેલ વોરંટના આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી હતી