ડિજિટલ યુગમાં ચોર ટોળકી માટે મોબાઈલ ટાવર સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે ચોર આખે આખો મોબાઈલ ટાવર ચોરી કરી ગયા હોવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોરડી કંપા નજીક લગાવેલ બીએસએનલ ટાવર પરથી એક વર્ષમાં ત્રણ ત્રણ વાર વાયર ચોરીની ઘટના બનતા લોકો નેટવર્ક વિહોણા રહેવાનો વારો આવ્યો છે બોરડી કંપા સહીત આજુબાજુના વિસ્તારના પ્રજાજનોએ મોબાઈલ ટાવરના વાયર ચોરતા ચોરને ઝડપી પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે.
મોડાસાના બોરડી કંપા વિસ્તારમાં બીએસએનલ નેટવર્ક સિવાય અન્ય કોઈ નેટવર્ક ન હોવાથી તમામ મોબાઈલ ધારકો બીએસએનલ નેટર્વકનો ઉપયોગ કરી રહ્યા છે બોરડી કંપા નજીક લગાવેલ મોબાઈલ ટાવર પરથી એક વર્ષમાં ત્રણ ત્રણ વાર વાયરની ચોરી થતા નેટવર્ક ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બીએસએનલ કંપનીએ બે વાર મોબાઈલ ટાવરમાં નવા વાયર નાખી ચુકી છે ત્યારે ત્રીજી વાર વાયર ચોરી થતા લોકો છેલ્લા કેટલા સમયથી ઇન્ટરનેટ અને મોબાઇલ વગર જાણે ફાણસ યુગમાં જીવન ગુજારી રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે ગામ લોકોએ બીએસએનએલ કંપનીને મોબાઈલ ટાવર અન્ય સ્થળે તેવી માંગ સાથે ટાવરના વાયર ચોરતી તસ્કર ટોળકીને પોલીસ ઝડપી પાડે તેવું ઈચ્છી રહી છે હાલ તો બોરડી કંપા અને આજુબાજુ વિસ્તારના લોકો ચોર ટોળકીના પાપે મોબાઈલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી ન શકતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે