મોડાસાના મહાદેવગ્રામ નજીક ગાંધીજીના સ્મારકે જિલ્લાના મોટા નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા થી દૂર રહ્યા,વોટ માટે નામનો ઉપયોગ કરનાર નેતાઓ સામે ઉગ્ર રોષ
Advertisement
2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિને સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.154મી ગાંધી જન્મ જયંતિ નીમ્મીતે દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ ગાંધી ના મીની રાજઘાટ ખાતે ગણ્યા ગાંઠ્યા સામાજિક અગ્રણીઓ, જાયન્ટ્સ મોડાસા,મહાદેવગ્રામ પંચાયત અને ગોખરાવા સ્કૂલના બાળકો સિવાય રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ અધિકારી કે પદાધિકારી પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવાની ફુરશદ ન મળતા લોકો માં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો વોટ મેળવા માટે બાપુ નું સતત સ્મરણ કરતા રાજકીય આગેવાનો સામે લોકોએ ફિટકાર વરસાવતા હતા.બપોર સુધી કોઈ મોટા નેતા, પદાધિકારી કે ઉચ્ચ અધિકારી ડોકાયા ન હતા
મોડાસા તાલુકાના મહાદેવગ્રામ નજીક આવેલા હાથિયા ડુંગર પર આવેલા ઝૂમર નદીમાં વિસર્જન કરાયા હતા ત્યાર બાદ ડુંગરની તળેટી પર મીની રાજઘાટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ગુજરાતભર માં જાણીતું છે આંખુ વર્ષ આ સ્મારક સુમસામ ભાસતું હોય છે પરંતુ ગાંધી જન્મ જયંતીના દિવસે પણ તેમને જવાનો સમય ના મળ્યો થોડા વર્ષો અગાઉ સાબરકાંઠા જિલ્લામાં મહાદેવગ્રામ ગામ નો સમાવેશ થતો હતો ત્યારે જિલ્લા કલેકટર અને રાજકીય અગ્રણીઓ મીની રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપવા જતા હતા પરંતુ અરવલ્લી જિલ્લા નું નિર્માણ થતાંજ ગાંધીજી નું સ્મારક અને ગાંધીજીવિસરવા લાગ્યા છે
સોમવારે 2જી ઓક્ટોબરના રોજ મહાદેવગ્રામ નજીક આવેલા મીની રાજઘાટ પર પૂર્વ સંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ,નિલેશ જોશી,સરપંચ પંકજસિંહ રાઠોડ,ચૈતન્ય ભટ્ટ, અમિત કવિ, જાયન્ટ્સ પરિવારના પ્રવીણ પરમાર,પ્રદીપ ખંભોળજા,મોતીભાઈ નાયક અને ગામના સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી