શામળાજી જીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે અનેકવાર સવાલો ઉભા થયા છે, હપ્તારાજમાં ગેરકાયદેસર માલસામાનની હેરાફેરીથી રાજ્યની સરકારી તિજોરીને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકશાન
શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક જીએસટી વિભાગની ફ્લાઈંગ સ્કોડ તૈનાત હોવા છતાં ગેરકાયદેસર રીતે લાખ્ખો રૂપિયા ભરેલ પાન-મસાલા અને તમાકુનો માલસામાન બિંદાસ્ત રાજ્યમાં ઠલવાઇ રહ્યાની ચર્ચા
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ સહીત નશીલા પદાર્થોની હેરાફેરી થઇ રહી હોવાની સાથે સોના-ચાંદીની અને બિલ વગર જીએસટીની ચોરી કરી પાન-મસાલા,તમાકુ અને બિલ્ડીંગ મટિરિયલ્સની હેરાફરી થઇ રહી છે જીએસટી તંત્રએ આંખે પાટા બાંધતા ઈ-વે બિલ વગર મોટી માત્રામાં બે ટ્રકમાં હેરાફેરી થતા પાન-મસાલા અને તમાકુનો જથ્થો જીલ્લા એસઓજી અને જીલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો હતો જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે જીએસટી તંત્રની ફરજ બજાવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડાસા-ગોધરા હાઇવે પર મરડીયા પાટિયા નજીક ટ્રકમાંથી ઇનવોઈસ બિલમાં પાન મસાલાની 100 બેગ અને તમાકુની 20 બેગની આડમાં 278 બેગ પાનમસાલા અને તમાકુની મળી આવતા પોલીસે ઇનવોઈસ બિલની 120 બેગ કરતા વધુ 158 બેગની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી ટ્રક ચાલક મોં.કાસીમ ઈસા મેવ (રહે, સતપુતિયાકા, હરિયાણા)ની અટકાયત કરી 12.74 લાખથી વધુની ગેર કાયદેસર હેરાફેરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ટ્રક કન્ટેનરમાંથી ઈ-વે બિલ વગર તમાકુના 420 બોક્ષ કીં.રૂ.589008/- નો ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી ટ્રક ડ્રાઇવર અનીલ ગણેશલાલ અહારી (રહે,ઉદઈ ફલા બલુઆ-રાજસ્થાન) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી