અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામમાં આવેલી શ્રી એમ પી શાહ હાઇસ્કુલ નોવિદ્યાર્થી પરમાર જતીનકુમાર મેલાભાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી પંચમહાલ સંચાલિત રાજ્યકક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં તારીખ-21 /10/23 થી તારીખ-25/10/23 સુધી વાંસ ઉંચી કુદ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લા ટીમના ખેલાડી તરીકે રાજ્ય કક્ષાની u-19 સ્પર્ધામાં ભાગ લીધો હતો રમતગમતનું વર્ષ 2023/ 24 અને તારીખ-22-10-2023સ્થળ રમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ. ગોધરા જીલ્લો પંચમહાલ ખાતે યોજાઈ હતી. આ રાજ્યકક્ષા એથલેન્ટિક્સ વાંસ ઊંચી કુદસ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શ્રી એમ .પી .શાહ .હાઇસ્કુલ જીતપુર ગામનું ગૌરવ વધારેલ છે અને પોતે પોતાના પરિવાર તથા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારેલ છે.
શાળાના આચાર્ય તથા તમામ શાળાના સ્ટાફગણના સિંહ ફાળાનો શ્રેય યોગદાન આ શાળાના તમામ સ્ટાફગણના ફાળે થી આવુ ઊંચું સ્થાન તથા પ્રથમ નંબરે આવી ઊંચી સિદ્ધિઓ મેળવી તે બદલ તમામ ગ્રામજનો એ પણ આ શાળાની કામગીરીને પણ બિરદાવી છે….