અયોધ્યામાં રચાયો વર્લ્ડરેકોર્ડ, 22 લાખ 23 હજાર દીવડાથી ઝળહળી ઉઠી રામની નગરી
ભવ્ય દીપોત્સવ માટે સરયૂ નદીના 51 ઘાટને કરાયો રોશનીનો શણગાર
સરયૂ નદીના ઘાટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી આરતી, રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા ઉપસ્થિત
દિવાળીના ભવ્ય તહેવારને લઈ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા દિપોત્સવનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. પ્રભુ શ્રી રામના સ્વાગત અને અભિનંદન માટે સરયુ તટના 51 ઘાટો પર 22 લાખ 23 હજાર દીવાઓ પ્રગટાવાયા હતા. જેથી નવો કીર્તિમાન સ્થાપિત થયો હતો. જેને ગિનીસ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. લાખો દીવાઓના પ્રકાશથી સરયૂ નદી કાંઠો ઝળહળી ઉઠ્યો હતો. સાથે જ સરયુ તટ પર Light & Laser Show દ્વારા અયોધ્યાની મનમોહક વાર્તા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં 3D હોલોગ્રાફી પ્રોજેક્શન મેપિગં ઈન્ટલિજન્ટ લાઈટિંગ Artistic Choreography સાથે જ Cracker Show પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો અહીં 21 રામલીલા થશે જેનુ સતત ત્રણ દિવસ સુધી યોજાશે.