26 C
Ahmedabad
Saturday, April 13, 2024

અરવલ્લી : SP શૈફાલી બારવાલે મંદબુદ્ધિ આશ્રમની મહિલાઓને કહ્યું , Happy New Year, SPના સાદગી પૂર્ણ માનવીય અભિગમને આવકાર


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ પર બ્રેક લગાવવા કમરકસી છે જીલ્લા પોલીસવડા માનવીય અભિગમ પણ જીલ્લાવાસીઓનું દિલ જીતી રહ્યો છે ત્યારે દિવાળી પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે એસપી શૈફાલી બારવાલે નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરતા બાયડના જય અંબે મંદબુદ્ધિ સેવા આશ્રમમાં પહોંચી માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ભોજન પીરસવામાં જોતરાયા હતા જીલ્લા એસપી જય અંબે મંદબુદ્ધિ સેવા આશ્રમમાં પહોંચતા તેમના સાદગીપૂર્ણ અને સંવેદનશીલ અભિગમને ટ્રસ્ટીઓએ આવકાર્યો હતો

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ નવા વર્ષની સવારે આકસ્મિક રીતે બાયડના જય અંબે મંદબુદ્ધિ સેવા આશ્રમમાં પહોંચી માનસિક દિવ્યાંગ મહિલાઓ, યુવતીઓને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા જીલ્લા એસપી આશ્રમની માનસિક દિવ્યાંગ મહિલાઓ સાથે એક કલાકથી વધુ સમય પસાર કર્યા બાદ મહિલાઓને ભોજન પીરસ્યું હતું અને સંવેદના સભર મુલાકાત દરમ્યાન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સરાહના કરી હતી આશ્રમના ટ્રસ્ટી અશોકભાઈ અને તેમની ટીમ પાસેથી સંસ્થાની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તેમની સેવાકીય કાર્યોના યજ્ઞને બિરદાવ્યો હતો અને જીલ્લા પોલીસતંત્રની મદદની જરૂર પડે ત્યારે નિઃસંકોચ પણે યાદ કરવા જણાવ્યું હતું જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સાથે એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ તેમજ બાયડ પીએસઆઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Advertisement

જય અંબે મંદબુદ્ધિ સેવા આશ્રમના ટ્રસ્ટી અશોકભાઈના જણાવ્યા અનુસાર જીલ્લા એસપી શૈફાલી બારવાલ નવા વર્ષના પાવન પર્વમાં સવારે 11 વાગ્યાની આસપાસ આશ્રમમાં પહોંચી મંદબુદ્ધિ આશ્રમની માનસિક દિવ્યાંગ મહિલાઓ અને ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરી દિવ્યાંગ મહિલાઓને તેમના હસ્તે ભોજન પીરસતા મહિલાઓઓ ખુશીથી ઝૂમી ઉઠી હતી SP શૈફાલી બારવાલના સંવેદનશીલ અને માનવીય અભિગમની સરાહના કરતા જણાવ્યું હતું કે મોટા અધિકારી હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ આશ્રમની મુલાકાત કરી હતી

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!