29 C
Ahmedabad
Monday, April 29, 2024

ઇઝરાયેલે ગાઝા પટ્ટી માટે ઉદારતા દર્શાવી, ઇન્ક્યુબેટરને હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કરાશે


Advertisement

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ હજુ અટકતું નથી. ગાઝાની હોસ્પિટલો ઈઝરાયેલના આ જવાબી હુમલાનો શિકાર બની રહી છે. બંને પક્ષના હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે ઈઝરાયેલે ઉદારતા બતાવીને ગાઝાની હોસ્પિટલોને મદદ મોકલવા માટે આગળ આવ્યું.

Advertisement

Advertisement

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વિનાશક યુદ્ધ હજુ પણ સમાપ્ત થઈ રહ્યું નથી. બંને બાજુથી અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝાની હોસ્પિટલોમાં લોકોની સારવાર માટે પ્રાથમિક સુવિધાઓ પણ નથી. યુદ્ધની વચ્ચે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઇઝરાયેલથી ગાઝા પટ્ટીની હોસ્પિટલોમાં ઇન્ક્યુબેટર ટ્રાન્સફર કરવામાં મદદ કરી રહી છે. સેનાએ એક સંપર્ક અધિકારી અને શિફા હોસ્પિટલના ડિરેક્ટર વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ શેર કર્યું. જેમાં ચાર શ્વાસ લેવાના મશીનો અને અન્ય જટિલ તબીબી ઉપકરણો સાથે ગાઝામાં 37 ઇન્ક્યુબેટરના સ્થાનાંતરણની ચર્ચા કરવામાં આવી.

Advertisement

Advertisement

IDF એ પ્રદેશોમાં સરકારી પ્રવૃત્તિઓના સંકલન (COGAT) માટેના પ્રવક્તાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો.જેમાં કહ્યું કે, યુદ્ધ હમાસ વિરુદ્ધ છે, ગાઝાના લોકો વિરુદ્ધ નહીં. ઈન્ક્યુબેટર ગાઝામાં કોઈપણ વિલંબ વિના બાળકો સુધી પહોંચી શકે છે.

Advertisement

Advertisement

COGAT પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ગાઝાના આરોગ્ય અધિકારીઓને શિફા હોસ્પિટલના બાળ ચિકિત્સક વોર્ડને ટેકો આપવા માટે ગાઝા પટ્ટીમાં ઇન્ક્યુબેટર ટ્રાન્સફર કરવા માટે ઔપચારિક દરખાસ્ત કરી હતી. આ ઇન્ક્યુબેટર ગાઝામાં બાળકો સુધી પહોંચી શકે તે માટે વ્યાપક પ્રયાસો ચાલી રહ્યા છે.

Advertisement

Advertisement

IDF એ વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ નાગરિકોને થતા નુકસાનને ઓછું કરવા અને તબીબી પુરવઠો અને ખોરાકની ડિલિવરીની સુવિધા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!