અરવલ્લી જિલ્લામાં આજે પણ લાશો મળવાનો સિલસિલો યથાવત છે.
તાજેતરમાં બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથક વિસ્તારમાં ચોઈલા નજીક વાંટા ગામે એક યુવક-યુવતીના ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
ઝાડ પર યુવક યુવતીની લાશો લટકતી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
ઘટનાની જાણ આંબલીયારા પોલીસને કરવામાં આવતાં આંબલીયારા પોલીસે ઘટના સ્થળે આવી લાશોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી મરનારની ઓળખ અંગેની કાર્યવાહી હાથ ધરતાં મરનાર યુવક-યુવતી સચિનકુમાર પ્રભાતસિહ ઝાલા ઉં વ. 24., રાધિકાબેન નરેન્દ્રસિંહ ઝાલા ઉં વ. 20. બંને રહે. વાંટા તા બાયડ હોવાનું જાણવા મળ્યું છે.
યુવક-યુવતીએ ઝાડ પર લટકી મોત વ્હાલું કર્યું કે કોઈ અન્ય કારણ આ અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. જે પોલીસ તપાસમાં બહાર આવશે. આંબલીયારા પોલીસે વિશાલકુમાર પ્રભાતસિહ ઝાલા રહે વાંટા તા બાયડની ફરિયાદ અનુસાર અકસ્માતે મોતનો ગુનો નોંધી મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.