19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

બટાકાના ઉત્પાદનનું હબ બનતો અરવલ્લી – સાબરકાંઠા જિલ્લો, પ્રોસેસિંગ બટાકાની માંગ


Advertisement

દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે, ત્યારે ખેડૂતો પણ ખેતીવાડીમાં જોતરાઈ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે. 14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે

Advertisement

Advertisement

સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. અહીંના બટાટા ખૂબ પ્રખ્યાત હોય છે ત્યારે સારી જાતના બટાટા વાવવા માટે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વાવાણી કરવામાં આવી રહી છે. સૌથી વધુ એલ.આર. જાત બટાટા માટે સારી માનવામાં આવતી હોવાનું ખેડૂતોનું માનવું છે.

Advertisement

Advertisement

સો ટકા બટાટાના વાવેતર પૈકી 25 ટકા બટાટા ખાવા માટે તેમજ 75 ટકા બટાટા પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સારૂ વળતર મળી રહે છે. હાલ વાવણીમાં જોતરાયેલા બટાટાના ખેડૂતોનો પાક 90 થી 110 દિવસમાં તૈયાર થઇ જશે. આ વર્ષે પણ બટાટાના સારા ઉત્પાદનની જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આશા છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!