30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં સફાઈ કર્મીઓના શોષણનો અનોખો વિરોધ, ભજનની રમઝટ બોલાવી લઘુત્તમ વેતન ચૂકવવા માંગ


Advertisement

મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષોથી કરાર આધારિત સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા 19 જેટલા સફાઈ કર્મીઓને સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં સફાઈ કામગીરીનો નવો કોન્ટ્રાકટ મેળવનાર એજન્સી શોષણ કરતી હોવાની સાથે કામકાજના કલાક ઓછા કરી દઈ પગાર ચુકવવામાં લઘુત્તમ વેતનના બદલે ઓછું વેતન ચુકવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સફાઈ કર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે કોલેજ પરિસરમાં ભજનની રમઝટ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્ર ની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે આવું જ એક ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં જોવા મળ્યું હતું છેલ્લા ત્રણ દિવસ કરતાં વધારે સમયથી પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યુનિવર્સિટીની પરીક્ષા વચ્ચે સફાઈ કામદારોએ ભજન કીર્તન સાથે કોન્ટ્રાક્ટર અને આચાર્યના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો.ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગતની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે સરકાર દ્વારા લઘુત્તમ વેતન નો પરિપત્ર જાહેર કર્યું છે તેની અમલવારી કરવામાં તંત્ર પાછું પડતું હોય તેવું લાગે છે..

Advertisement

Advertisement

સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે જતાં સફાઈકામદારોને પ્રવેશ કરતા અટકાવાયા હતા,જોકે શાંતિપૂર્ણ જતાં સફાઈકામદારોએ બે હાથજોડી પ્રવેશ કરતા બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં કામ કરતા સફાઈકામદારોનું કહેવું છે કે, પહેલા આઠ કલાક કામ કરતા હતા જેની સામે હવે માત્ર ચાર કલાક કરી દેવાયા છે એટલું જ નહીં પગાર પણ ઓછો કરી દેવાયો છે.

Advertisement

Advertisement

સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ બહાર આવતા તેઓ માં સર્જાયું હતું એક તરફ પરીક્ષાનો માહોલ તો બીજી તરફ ભજન કીર્તનના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અચરજમાં મુકાયા હતા. ત્યારબાદ તેઓને ખ્યાલ આવે કે આ વિરોધ દર્શન ચાલી રહ્યો છે જેને લઇને વિદ્યાર્થીઓએ પણ પોતાના મોબાઈલમાં વિરોધ પ્રદર્શનના દ્રશ્યો કેદ કર્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે, સફાઈકામદારોની પગાર વધારા સહિતની માંગણીઓ ક્યારે સંતોષાય છે તે જોવું રહ્યું.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!