30 C
Ahmedabad
Sunday, February 16, 2025

અરવલ્લી : પાટીયાકુવા પ્રા.શાળા થી આંબાબાર પ્રા.શાળા સુધી RCC રોડનું કામકાજ બે ખેડૂતના ઝગડામાં અટકતા મામલતદારને આવેદન


Advertisement

ભિલોડા તાલુકના પાટીયાકુવા ગામની પ્રાથમિક શાળાથી આંબાબાર પ્રાથમિક શાળા સુધી નવનિર્માણ આરસીસી રોડ અડધો બન્યા પછી બે ખેડૂતની જમીનની હદ અંગે વિવાદ થતા છેલ્લા 6 મહિનાથી આરસીસી રોડનું કામ વિલંબમાં પડતા કામ સત્વરે ચાલુ કરવામાં આવેની માંગ સાથે ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું

Advertisement

Advertisement

પાટિયાકુવા ગામના ગ્રામજનોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાટીયાકુવા પ્રા.શાળાથી આંબાબાર પ્રા.શાળા સુધીનો ગ્રામ પંચાયત દ્વારા છ મહિના અગાઉં બનાવવા કામગીરી હાથધરી હતી અડધો રોડ બની ગયા બાદ ગામના દમયંતીબેન કાન્તીલાલનાએ ગ્રામ પંચાયત આંબાબાર તેમજ ટીડીઓને ૬ માસ અગાઉ આર.સી.સી. રોડ તેમની જમીન કરતા બાજુના ખેડૂતની જમીન રોડ માટે કાંકરો ઓછો નાખવામાં આવતો હોવા અંગે વાંધા અરજી કરતા રોડનું કામકાજ અટકાવી દીધા પછી બે માસમાં સર્વે કરાવી રોડનું કામકાજ શરૂ કરવાની હૈયાધારણા આપ્યા બાદ સર્વે કામગીરી અધ્ધરતાલ રહેતા તાબડતોડ સર્વેની કામગીરી કરી કરવામાં આવેની માંગ કરી હતી

Advertisement

Advertisement

વાંઘેદાર તેમજ તેમના કુંટુંબના પાંચેક જેટલાં સહ કબજેદારોએ ગામના આગેવાન ભાઇઓ, નિવૃત અધિકારી તેમજ ગામના ખેડૂત ભાઇઓ વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે જે દાખલ કરવામાં આવેલ ફરીયાદ બાબતે પોલીસ ઇન્સ્પેકટર ભિલોડા તરફથી પોલીસ મથકમાં હાજર રહેવા મૌખિક જાણ કરતા સમસ્ત ગ્રામજનો તા.૦૩/૧૨/૨૦૨૩ ના રોજ એકત્ર થઇ વાઘેદાર મારફત દાખલ કરવામાં આવેલ ફરીયાદ સામે સખ્ત વાંધો દર્શાવી ને ગામમાં કાયદો અને વયવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!