શહેરા
પંચમહાલ જીલ્લામા પણ ડ્રાઈવરો દ્રારા હીટ એન્ડ રનના કાયદાને લઈને વિરોધ કરવામા આવ્યો હતો. શહેરા તાલુકાના હોસેલાવ ચોકડી પાસે ચક્કાજામ થયા હતા. ડ્રાઈવરો દ્વારા આ કાયદાની જોગવાઈઓને લઈને વિરોધ નોધાવ્યો હતો. પોલીસ આવતા ચક્કાજામ દુર કરવામા આવ્યો હતો.ડ્રાઈવરો દ્વારા કાયદો દુર કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.આ કાયદાને લઈ ડ્રાઈવરોમા ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાંથી હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પસાર થાય છે.શહેરાના હોસેલાવ ચોકડી પાસે કેટલાક ટ્રક ડ્રાઈવરો દ્વારા એકઠા થઈને આ હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ નોધાવામા આવ્યો હતો.જેને લઈને કેટલાક ડ્રાઈવરોએ રોડની વચ્ચે ટ્રક આડી મુકી દીધી હતી.અને આ હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ સુત્રોચ્ચાર કરીને નોધાવ્યો હતો. જ્યારે આને લઈને એસટી બસો,કારચાલકોને થોડા સમય વાહન હાઈવે પર જ રોકી રાખવાની ફરજ પડી હતી.સમગ્ર મામલાની જાણ થતા પોલીસની ટીમ આવી પહોચી હતી. અને પોલીસ દ્વારા લાબા જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરવામા આવ્યો હતો. ડ્રાઈવરોએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ કાયદો સરકાર રદ કરી દેવો જોઈએ