ભિલોડા,તા.૦૭
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નવા ભવનાથ યુવક મંડળ, સમસ્ત ગ્રામજનો ઘ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાના વક્તા પરમ પુજય સંત શિરોમણી શ્યામસુંદરદાસજી મહારાજ (ભોલેશ્વર આશ્રમ, વસાઈ) ભાવિક ભક્તોને ભકિતભાવ પુર્વક ભક્તિમય રસપાન કરાવશે, શોભાયાત્રા, પોથીયાત્રા અને કળશયાત્રા વાજતે – ગાજતે યોજાયા બાદ દિપ પ્રાગટ્ય કરીને કથાનો શુભારંભ યોજાયો હતો.કથા નો આજથી પ્રારંભ તા. ૭મી જાન્યુઆરી થી ૧૩મી જાન્યુઆરી દરમિયાન સમય ૧૧.૩૦ થી ૪:૦૦ વાગ્યા સુધી છે. કથાના મુખ્ય યજમાન રાજેશભાઈ લાલજીભાઈ નિનામા (ઉપ પ્રમુખ :- અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન) ભાવિક ભક્તો ભકિતભાવ પુર્વક કથામાં જોડાયા હતા.