બરોડા આર. સેટી. દ્વારા મહિલાઓને સીવણની તાલીમ લેવા એડમીશન માટે પ્રોત્સાહિત કરાયા
Advertisement
હિંમતનગરની બરોડા આર સેટી દ્વારા સેલ ફોન રીપેરીંગ અને સર્વિસની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાનાં બેરોજગારોને સેલફોન રીપેરીંગ અને સર્વિસની ૩૦ દિવસીય તાલીમ આપવામાં આવી હતી સાથે સાથે મહિલાઓને સિવણની તાલીમ સંસ્થા દ્વારા આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારની અનેકવિધ યોજનાઓ રોજગારી રૂપે પૂરી પાડી માધ્યમ વર્ગની વ્યક્તિ બેરોજગાર ન રહે તેવા ઉમદા આયોજન રૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા બેરોજગાર યુવાઓ માટે હર ઘર રોજગાર દ્વારા હિંમતનગરની બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં કુલ ૩૦ ભાઈઓને સેલફોન રીપેરિંગની તાલીમ આપી વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતાં અને તાલીમાર્થીઓએ 30 દિવસીય તાલીમ સફળતા પુર્વક પૂર્ણ કરી હતી. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને અને તાલીમ પછી આ વ્યવસાયમાં પ્રગતિ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી હતી અને તાલીમનાં અંતિમ દિવસે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતા.