આવતીકાલે અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખો ભારત દેશ રામમય ભક્તિના વાતાવરણથી રંગાઈ ગયો છે
અરવલ્લી જિલ્લો પણ રામમય ભક્તિથી રંગાઈ ગયો છે
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પણ રામભક્તો દ્વારા માલપુર નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આખાયે માલપુર તાલુકામાંથી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલે અને નાશિક ઢોલ નગારા સાથે શ્રી રાક્ષેશ્વર મહાદેવથી નીકળેલી શોભાયાત્રા માલપુર નગરમાં રામધૂન ગાતાં ગાતાં માલપુર નગરના વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો માલપુર નગરના રામભક્તો, ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા.
માલપુર નગર જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું
અરવલ્લીઃ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે માલપુર નગરમાં યોજાઈ શોભાયાત્રાઃનગરનું વાતાવરણ રામમય બની ગયું
Advertisement
Advertisement