સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં જંગલી ભૂંડ પાકનો સોથ વાળી રહ્યા હોવાની સાથે માણસો પર હુમલો કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ભિલોડા તાલુકાના મઉ ગામમાં ડુંગરની તળેટી નજીક હોવાથી ભૂંડ,નીલ ગાય સહીત જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મઉ ગામ નજીક વળાંકમાં પસાર થતા એક મહિલા અને પુરુષ પર જંગલી ભૂંડે હુમલો કરી ફાડી ખાતા ગંભીર ઘાયલ બંને લોકોને સારવાર અર્થે ભિલોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાયા હતા
ભિલોડા તાલુકાના મઉ ગામના વળાંકમાં રવિવારે બપોરના સુમારે જંગલી ભૂંડે આતંક મચાવી બે લોકો પર જીવલેણ હુમલો કરતા ભારે દેકારો મચી ગયો હતો મઉ ગામના કાંતાબેન અરવિંદ ભાઈ તરાર નામના મહિલા રોડ પરથી પસાર થતા હતા ત્યારે રોડ નજીક ઝાડીઓ માંથી અચાનક હિંસક ભૂંડ દોડી આવી હુમલો કરી દેતા મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ બનતા બુમાબુમ કરતા લોકો દોડી આવતા ભૂંડ ઝાડીઓમાં સંતાઈ ગયું હતું મહિલાના બચાવમાં દોડી આવેલ રામાભાઈ નાથાભાઈ મકવાણા ઝાડીમાં ભૂંડ જોવા જતા ભૂંડ વધુ આક્રમક બની રામભાઈ પર તૂટી પડતા શરીરે બચકા ભરી લેતા લોહી લુહાણ બન્યા હતા લોકો દોડી આવી ભૂંડ પર લાકડીઓના ફટકા મારતા ભૂંડ નાસી છૂટ્યું હતું બને ગંભીર ઇજાગ્રસ્તોને તાબડતોડ ભિલોડા સરકારી દવાખાને ખસેડાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધા હતા જંગલી ભૂંડે બે લોકો પર હુમલો કરતા ખેડૂતો સહીત ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને જંગલી ભૂંડોને વનવિભાગ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે