ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશમાં દિવાળી જેવા માહોલ સાથે ધાર્મિકતાના રંગે રંગાયું હતું ત્યારે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે મોડાસા શહેરમાં મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા વહેલી સવારે સાત વાગે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને ખૂબ જ અદભુત બનાવવા માટે સમાજના મોટી સંખ્યામાં સભ્યો ,વડીલશ્રીઓ ,મહિલા મંડળ, તથા નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સમગ્ર આયોજન દરમિયાન પોલીસ મિત્રોની ટીમ તથા પત્રકાર મિત્રોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો તે બદલ પ્રમુખશ્રી ડોક્ટર ધૃપલભાઈ શાહ તથા તેમની ટીમે સમાજના સર્વે સભ્યો , પત્રકાર મિત્રો તથા પોલીસ મિત્રોનો આભાર માન્યો હતો