માં અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન
અરવલ્લી જિલ્લામાંથી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ૧૫૦ બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે
શક્તિ ,ભક્તિનો એક સાથે સુખદ સમન્વય એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ…રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે.
માં અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજનકરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી જિલ્લામાંથી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ ૩૦ બસ અને ૫ દિવસમાં કુલ ૧૫૦ બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે.
આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુ અને બસમાં નિશુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર પીવાના પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થા તેમજ જરૂરત ના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને પરિક્રમાં સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના નાગરિકોને તેમજ જિલ્લાના સેવા સંઘોને આ અવસરનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.જે શ્રદ્ધાળુઓ માં અંબાના ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લાભ લેવા ઉત્સુક હોય તેઓએ સંબધિત તાલુકા મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓનો સંપર્ક કરવો.