વિશ્વ ભર થી લાખો લોકો આવશે, આપશે આહુતિ
મુંબઈ ના ખારખર માં ટેન્ટ નગર તૈયાર .
હરિદ્વાર /મુંબઈ ;આજે સમગ્ર વિશ્વ જ્યારે રામ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સનાતન ધર્મ અને સંસ્કૃતિ ના જયઘોષ માં ઉત્સાહિત છે ત્યારે માયાનગરી મુંબઈ ના આંગણે 21 થી 25 ફેબ્રુઆરી સુધી માં એક ફરી આધ્યત્મિક પ્રયોગ થવા જવા રહ્યો છે .અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ના તત્વધાન માં સંપન્ન થનારા આ આયોજન રામ રાજ્ય સાથે જોડાયેલ અનુભૂતિ કરાવશે . મુંબઈ ના આંગણે અશ્વમેધ મહા યજ્ઞ થવા જય રહ્યો છે .જેમાં ગાયત્રી મંત્રનો જાપ કરવા અને આહવાન કરેલ, મંત્ર-સંચારિત યજ્ઞ-અગ્નિ – અગ્નિ વેદી ને અર્પણ કરવા માટે લાખો લોકો ભેગા થશે! સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આ 47 મો અશ્વમેધ યજ્ઞ છે જેનો હેતુ આપણી સંસ્કૃતિ ને વિશ્વ ઓળખ છે .જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક કરવાનો છે.ગાયત્રી પરિવાર યુવા અગ્રણી અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ના પ્રતિ કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યા ના અનુસાર અશ્વમેધ યજ્ઞ હજારો વર્ષ જૂના છે. વેદ, ઉપનિષદ, દર્શન અને પુરાણોના પાના આ અશ્વમેધ યજ્ઞનું મહત્વ વર્ણનથી ભરેલા છે.મુંબઈ ના ખારઘર ખાતે થનારા આ અશ્વમેધ મહા યજ્ઞ માં 1008 કુંડી યજ્ઞ થશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ડોકટર પંડ્યા અનુસાર આ યજ્ઞ માં વિશ્વ ના 82 થી વધુ દેશો ના પ્રતિનિધિઓ ,દેશ ના ગણમાન્ય ,અગ્રણી રાજનીતિક સહિત લાખો સાધકો આહુતિ પ્રદાન કરશે .આ આયોજન વૈદિક કાળ માં જણાવ્યા અનુસાર દેવ કન્યાઓના સમહુ દ્વારા કર્મકાંડ સંપન્ન થશે .
આ અશ્વમેધ મહા યજ્ઞ માં દેશ ની વિવિધ રાજ્યો થી આવનારા સાધકો માટે વિવિધ ભોજનાલય બનાવવામાં આવ્યા છે જેમાં ગુજરાતી ,રાજસ્થાની ,સાઉથ ઇન્ડિયન પ્રમુખ છે જયારે જ્ઞાન મંચ માં 3 લાખ થી વધુ લોકો બેસી શકે તેવું પંડાલ બનાવવામાં આવ્યું છે