અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જિલ્લાના પોલીસ તંત્રને પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તત્પર બની ગયું છે.
સાઠંબા પોલીસ મથકના પીએસઆઇ આર.બી રાજપુત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે કલાજીના મુવાડા રોડ પર ત્રાટકતાં એક જગ્યાએથી 14 બોટલ વિદેશી દારૂ અને બીજા દરોડામાં એક બંધ ક્વોરીની જગ્યામાં મીણીયાની કોથળીમાં સંતાડેલો 92 બોટલ વિદેશી દારૂ એમ કુલ 104 બોટલ જેની કિંમત રૂપિયા 13000/- ઉપરાંત થવા જાય છે. જે ઝડપી પાડ્યો હતો. બંને સ્થળેથી બુટલેગરો ફરાર હતા
સાઠંબા પોલીસે સુરપાલસિંહ મંગળસિંહ સોલંકી રહે. કાછીયાવત તા. બાયડ અને સોલંકી ગોવિંદસિંહ પ્રવિણસિંહ રહે. વક્તાપુર તા. વિરપુર જી. મહીસાગર એમ બંને ફરાર બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વોન્ટેડ બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.