અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરપીટી સાયન્સ કોલેજ નો 64 મો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. મોડાસાના ભામાશા હોલ ખાતે યોજવામાં આવેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર શૈલેષભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે એમ. એલ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.