ટોરડા હાઈસ્કૂલનું રમત-ગમત ક્ષેત્રે ગૌરવ શ્રી ગોપાળાનંદ સ્વામીની પાવન જન્મ ભૂમિમાં શિક્ષણની સાથે-સાથે સંસ્કાર, ભણતરની સાથે-સાથે ઘડતર કરતી શ્રી નવજીવન વિદ્યાલયમાં શિક્ષણ ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે ચાલુ વર્ષે તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યા પછી ખેલે તે ખીલે ઉક્તિ અનુસાર ગુજરાત સરકારના રમત – ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્રારા ખેલ મહાકુંભમાં ભગોરા સોનલબેન રાજાભાઈ એ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગોળાફેંકમાં પ્રથમ, ચક્રફેંકમાં દ્રિતીય સ્થાન મેળવી પરિવાર, ટોરડા હાઈસ્કુલ, ગામ સહિત ભિલોડા તાલુકાનું ગૌરવ વધારેલ છે.સિદ્ધિ માટે કલેક્ટર અરવલ્લી જિલ્લા દ્રારા પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરી દીકરીને પ્રોત્સાહિત કરી હતી. દીકરીને શાળાના ટ્રસ્ટી હર્ષદભાઈ સોની, ડાહ્યાભાઈ પંચાલ, હરિભાઈ પટેલ સહિત આચાર્ય પિનાકીન પટેલે શાળા કક્ષાએ દીકરીની હિંમતને બિરદાવી, પ્રોત્સાહીત કરી દરેક બાળક ને ઉપદેશ નહિ પણ ઉદાહરણ આપી સાબિત કરી બતાવો કે, કોઈ પણ કામ અશક્ય નથી સૌ એ દિકરીને બિરદાવી, રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.