32 C
Ahmedabad
Thursday, May 23, 2024

પંચમહાલ- કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગોધરા પહોચતા સમર્થકોએ કર્યુ સ્વાગત


હાલોલમાં જનસભા સબોંધી સરકાર પર કર્યા આકરા પ્રહાર, સત્તામા આવશે તો 30 લાખ નોકરીઓનો વાયદો
ગોધરા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણીપુર થી શરુ કરેલી ભારત જોડો ન્યાય યાત્રાના બીજા દિવસે આજે પંચમહાલમાં પ્રવેશ કર્યો હતો.જેમા તેઓ ગોધરા ખાતે આવી પહોચતા કોગ્રેસ નેતાઓ,અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. ખુલ્લી જીપમાં રાહુલ ગાંધી આવી પહોચતા સમર્થકોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા પણ લગાવ્યા હતા. દાહોદ જીલ્લામાથી ભારત જોડો યાત્રા સંતરોડ થઈ ગોધરા શહેરમા પ્રવેશી હતી.ત્યારબાદ સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી મેડ સર્કલ ખાતે તેમને ભાષણ કર્યુ હતુ. જેમા તેમને વર્તમાન સરકાર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમની સરકાર આવશે તો અમે યુવાનોને રોજગારી આપીશુ. તેમજ ભરતી પરીક્ષાના પેપરો ફુટવાને લઈને કડક કાયદો બનાવીશુ તેમ જણાવ્યુ હતુ. રાહુલ ગાંધીને નિહાળવા આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.
રાહુલ ગાંધીએ ગોધરા ખાતે સભા સંબોધતા જણાવ્યુ હતુ કે મે આ પહેલા કાશ્મીર થી કન્યા કુમારી સુધી 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી હતી. તે દરમિયાન હુ ઘણા રાજયોમાથી પસાર થયો અને લોકોને મળ્યો હતો. આ લોકોએ જણાવ્યુ હતુ કે હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. તે મહોબ્બતનો દેશ છે. તેમને વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે યુવાનોને રોજગાર મળતો નથી તે કેટલાક ઉદ્યોગપતિઓને પુજી પકડાવાઈ રહી છે. નાના મેન્યુ ફેકચરિંગ યુનિટોને ખતમ કરવામા આવી રહ્યા છે. અગ્નિવીર યોજના બાબતે જણાવ્યુ કે આ યોજના સારી નથી.તેમને વધુમા ઉમેર્યુ હતુ કે અમારી સરકાર આવશે તો અમે 30 લાખ નોકરીઓ આપીશુ.અમે એપ્રેનટીન્સ કાનુન બનાવીને યુવાનોને રોજગાર અને તાલીમ પણ આપીશુ.
હાલોલ ખાતે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ પાસે જનસભા સંબોધી
પંચમહાલ ના ગોધરા ખાતે રાહુલ ગાંધીએ જનસભા સંબોધન કર્યા બાદ આગળ ધપી હતી. તેમને પોપટપુરા ખાતે આવેલા ગણેશ મંદિર ખાતે ભગવાન ગણેશના દર્શન કર્યા હતા. કાલોલ ખાતે સમર્થકોનુ અભિવાદન ઝીલ્યા બાદ તેઓ હાલોલ ખાતે આવી પહોચ્યા હતા.હાલોલ ખાતે અરાદ રોડ પાસે આવેલા મહારાણા પ્રતાપ ના સ્ટેચ્યુ પાસે એક જનસભાને સબોંધન કરી રહી હતી. હાલની સરકાર ફક્ત ગણતરીના લોકોને જ અમીર બનાવે છે.જ્યારે મણીપુર નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેમાં હિંસા અને નફરત ફેલાવવામાં આવી રહી છે.તેમ જણાવ્યું હતું. ગાંધીજીએ અહિંસા નો રસ્તો બતાવ્યો હતો.પરંતુ વર્તમાન સરકાર આનાથી વિપરીત દિશામાં જઈ રહી છે. ત્યારબાદ યાત્રા જાબુંઘોડા ખાતે જવા રવાના થઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!