ગલીસીમરો ગામમાં મોતની અદાવતમાં આરોપીઓના ત્રણ મકાનને સળગાવી દેતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ,જીલ્લાની પોલીસ ખડકાઈ પોલીસે આરોપીઓના ઘર સળગાવનાર શકમંદોની અટકાયત કરતા ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ખડકલો
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામમાં થોડા દિવસ અગાઉ જમીનની અદાવતમાં એક આધેડની ગામના બે શખ્સે રાત્રિના સુમારે તેના ઘરના દરવાજામાં વૃદ્ધ માતાની આંખો સામે હત્યા કરી નાખતાં ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે બંને હત્યારાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આધેડની હત્યાની અદાવતમાં આરોપીઓના ત્રણ મકાનને આગ લગાવી દેતાં ભારે દેકારો મચી ગયો હતો ત્રણ મકાનોમાં આગચંપીના પગલે શામળાજી પોલીસ સહિત જીલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી હત્યારાના મકાનોને આગની ઘટનામાં સંડોવાયેલ શકમંદોની અટકાયત કરી શામળાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા ગ્રામજનો આગેવાનોને છોડી દેવાની માંગ સાથે ઘેરાવો કર્યો હતો
શામળાજી પોલીસ સ્ટેશનમાં ગલીસીમરો ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડી શામળાજી પોલીસનો ઘેરાવો કરવાની સાથે ચિચિયારીઓ પાડતા સ્થિતિ સ્ફોટક બને તે પહેલા શામળાજી પોલીસે ગ્રામજનો સાથે સમજાવટના પ્રયત્નો હાથધર્યા હતા શામળાજી પોલીસ સ્ટેશન બહાર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે સમગ્ર ઘટના અંગે શામળાજી પોલીસે SP શૈફાલી બારવાલને જાણ કરતા પોલીસવડાએ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોનો કાફલો શામળાજી રવાના કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી