ગોધરા
ગાંધી સ્પેશયલ બહેરા મુંગા વિધાલય, ગોધરામાં આજરોજ બાળકો સાથે હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જીગરભાઈ ઝીંઝુંવાડીયા (સામાજીક કાર્યકર) દ્વારા બાળકોને નાસ્તા સાથે હોલી પર્વની ઉત્સાહભેર ઓર્ગેનીક કલરથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો, સ્કૂલના શિક્ષકો, સ્ટાફ અને આચાર્યશ્રીએ મન મૂકીને આનંદ સાથે તહેવારની ઉજવણીમાં હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગાંધી સ્પેશયલ બહેરા મુંગા વિધાલય આવેલી છે. જ્યા વિવિધ કેટેગરીમા વિકંલાગતા ધરાવતા બાળકો અભ્યાસ કરે છે,તેમના જીવનમા પણ હોળી ધુળેટી જેવા પર્વો એક અનેરો આનંદ લઈ આવે તે હેતુથી બહેરા મુગા શાળા ખાતે હોળી પર્વની ઉજવણી કરવામા આવી હતી. જેમા બજારમા મળતા કલરો ન નહી પણ ઓર્ગનિક કલરથી એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરાઈ હતી.જેમા સામાજીક કાર્યકર જીગરભાઈ જીંજુવાડીયા હાજર રહ્યા હતા. વિકલાંગ બાળકોએ પણ એકબીજાને કલર લગાવીને હોળી ધુળેટી પર્વની એડવાન્સ ઉજવણી કરવામા આવી હતી. શાળા પરિવાર પણ આ પર્વમાં હાજર રહ્યો હતો.