ધો.10 અને 12ની પરીક્ષા સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે બોર્ડની પરીક્ષામાં એક સ્કૂલના મહિલા પ્રિન્સિપલની દીકરી પણ બોર્ડની પરીક્ષા આપતી હોવાથી તેમની વગનો ઉપયોગ કરી સ્કૂલના દરવાજાની પાછળ ના ભાગેથી હાઈસ્કૂલના પટાવાળાના મારફતે કાપલી પહોચાડતી હોવાની સાથે સ્કૂલની બહાર વોશરૂમમાં પટાવાળાને બોલાવી કાપલી આપી ચોરી કરાવતી હોવાની ચર્ચા વચ્ચે સ્કૂલની બહાર ઉભા અન્ય મહિલા વાલીઓએ હોબાળો મચાવતા ભારે હોં…હા થઈ હતી આ અંગે કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ કોપી અંગેની સ્નેપ તેમની સ્ટોરીમાં મુકતા સોશ્યલ મીડિયામાં તેના સ્ક્રીન શોર્ટ વાયુવેગે વાયરલ થતાં મહિલા આચાર્ય એક વિદ્યાર્થિનીને ખખડાવતા હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ઓડિયો અંગે ખરાઈ કરી મહિલા આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ થઈ હતી છેલ્લા પેપરમાં સ્કૂલની મહિલા આચાર્ય ડોકાઈ ન હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે (સોશ્યલ મીડિયામાં વાયરલ ઓડિયોની મેરા ગુજરાત પુષ્ટી કરતું નથી)
હાલના સોશ્યલ મીડિયાના જમાનામાં લોકો તેમને કહેવાની વાતને સોશ્યલ મીડિયાની એપ્લિકેશનમાં સ્ટોરી તરીકે મૂકી પોતે મોર્ડન હોવાનો ગૌરવ લઇ રહ્યા છે ત્યારે એક હાઈસ્કૂલના મહિલા આચાર્યની દીકરી ધો.10ની પરીક્ષા આપતી હોવાથી તેમને કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગે ફરજ સોંપી નથી ત્યારે તેમની દીકરીનો તેમની જ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષણો નંબર આવતા મહીલા આચાર્ય તેમની હાઈસ્કૂલના પાછળના ભાગે થી અને વોશરૂમમાંથી સ્કૂલના પટાવાળા મારફતે કાપલી મોકલાવતી હોવાના આક્ષેપ સાથે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને હોબાળો મચાવતા મહિલા આચાર્ય બચવાની મુદ્રામાં આવી ગયા હતા આ અંગે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ સ્નેપ ચેટમાં સ્ટોરી મુકતા મહિલા આચાર્યની દીકરી અને મહિલા આચાર્યએ સ્ટોરી મૂકનાર વિદ્યાર્થીની કોલ કરી ધમકી ભર્યા સૂરમાં વાતચીતનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે