સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે પ્રાંતિજના મહિલા ઉમેદવારની જાહેરાત કરતા ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં ક્યાંકને ક્યાંક રોષ વ્યક્ત કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભરાટ મચ્યો છે
સાબરકાંઠા લોકસભાની ટિકિટ ને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે પહેલા ભીખાજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ કેટલાક કહેવાતા નેતાઓએ ભિખાજીની અટકને લઈ પત્રિકા વાઈરલ કરી હતી અને તે બાદ ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં જોઈ ભાજપ મોવડીમંડળે વડોદરા અને સાબરકાંઠા લોકસભાના ઉમેદવારોને બદલવાનો નિર્ણય લઈને ભીખાજી ઠાકોરને ચુંટણી લડવાનું ના પાડતા બંને જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જેઓ કેટલાક વર્ષથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમના ધર્મ પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભાજપના જુના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ જેઓ ૧૯૯૪ થી ભાજપ સાથે જોડાયેલા છે તેવા કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગીરી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં પોતાની વ્યથા રજૂ કરતાં વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા ત્યારે આ વાયરલ વીડિયોમાં સંનિષ્ઠ કાર્યકરો શું કહી રહ્યા છે તે વાયરલ ઓડિયો ક્લિપ માં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે.