શિકા ચોકડી પર રામદેવ હોટલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાફલો ઉભો રાખી દઈ સામાન્ય માણસની જેમ હાઇવે પર ચાની મજા માણી
AdvertisementCM ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી કુબેર ડિંડોર અને ભીખુસિંહ પરમારે ચાની ચુસ્કી લીધી, CMએ સામાન્ય પ્રજાજનો સાથે વાર્તાલાપ કર્યો
AdvertisementCM ભૂપેન્દ્ર પટેલની સાદગી ભર્યા અંદાજ સત્તાની કેફમાં રૂઆબ છાંટતા કેટલાક પદાધિકારીઓ શિખ લે તે ખુબ જરૂરી
Advertisement
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. આ જ પ્રકારની તેની સાદગી આજે પુનઃ જોવા મળી હતી. ધુળેટીના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જીલ્લાના રહિયોલ ગામ નજીક સ્વામિનારાયણ સંસ્થાના અનાદીમુક્ત વિશ્વમ શિલાન્યાસના ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ગાંધીનગર પરત ફરતા મોડાસા-ધનસુરા રોડ પર આવેલ શીકા ચોકડી પર આવેલ રામદેવ હોટલમાં કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી હતી. અને લોકો સાથે વર્તલાપ કાર્યો હતો સૌ કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોમન મેન સ્વભાવથી પ્રભાવિત થયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીથી સૌકોઈ પ્રભાવિત છે ત્યારે સોમવારે અરવલ્લી જીલ્લાના આંગણે સ્વામિનારાયણ સંસ્થાના અનાદીમુક્ત વિશ્વમ શિલાન્યાસના ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રિનાં સુમારે ગાંધીનગર પરત ફરતાં સમયે શિકા ચોકડી નજીક આવેલ રામદેવ હોટલ પર તેમનો કાફલો અચાનક રોકી દીધો હતો અને રામદેવ હોટલની બહાર ખાટલા પર બેસી કાંસાના વાડકામાં ચાની ચુસ્કી સાથે લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી તેમની સાથે મંત્રી કુબેર ડિંડોર અને ભીખુસિંહ પરમાર ચાનો લુપ્ત ઉઠાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો શિકા ચોકડી નજીક ઉભો રહેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પણ ઉભા રહી ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીના ભારે વખાણ કરતા પ્રજાજનો થાકતા ન હતા અને તેમની સાથે વાત કરવાનો ગૌરવ અનુભવ્યો હતો