28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines સાબરકાંઠા : બેઠક પર એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલેના સૂત્રોચાર યથાવત,બાંઠીવાડા...

સાબરકાંઠા : બેઠક પર એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલેના સૂત્રોચાર યથાવત,બાંઠીવાડા માતાજી મંદિરે ગ્રામજનો એકત્રીત થઈ વિરોધ કર્યો

0
159

ભાજપ માટે સાબરકાંઠા લોકસભા બેઠક ગળામાંનું હાડકું સાબિત થઈ રહી છે સાબરકાંઠા લોકસભા બેઠક પર અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના અને ભાજપના પાયાના કાર્યકર ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યાના દસ દિવસ પછી તેમને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપતાં અરવલ્લી જીલ્લા સહિત ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ભીખાજી ઠાકોરને લોકસભા બેઠક પર ટીકીટ આપોની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે સાબરકાંઠા લોકસભા બેઠક પર પૂર્વ કોંગ્રેસી ધારાસાભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભાનાબેન બારૈયાને ઉમેદવાર બનાવતા વિવાદ વકર્યો છે બંને જીલ્લામાં શોભાના બેન બારૈયાનો વિરોધ ચરમસીમાએ પંહોચાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠા પહોંચી વિવાદ ઠારવાનો પ્રયત્ન હાથધર્યો હતો બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બંને જીલ્લાના ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી ઘીના ઠામમાં ઘી ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે

સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની સમર્થકોની માંગ યથવાત રહી છે અરવલ્લી જીલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ભીખાજી ઠાકોરના સમર્થકો અને જિલ્લાના પ્રજાજનો ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમના સ્થાને શોભાનાબેન બારૈયાને ટીકીટ આપતાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બાંઠીવાડા માતાજી મંદિરે સમગ્ર પંથકના અને માલપુર તાલુકાના લોકો એકઠા થઈ બેનર સાથે સુત્રોચાર કરી ભીખાજી ટાકોરને ટીકીટ આપોની માંગ કરી હતી ભીખાજી ઠાકોરને કરવામાં આવેલ અન્યાય સાંખી નહીં લેવાયની ચીમકી ઉચ્ચારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!