asd
19 C
Ahmedabad
Wednesday, December 11, 2024

અરવલ્લી : મોડાસાના બોલુન્દ્રા ગામના ડુંગર પર આગ લાગી, આગ રહેણાંક વિસ્તાર નજીક પંહોચાતા લોકોમાં ભય


અરવલ્લી જીલ્લામાં આવેલા જંગલ અને ડુંગર પર રહેલી વનરાજીમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવાની સાથે રહસ્યમય બની રહ્યા છે એક જ સપ્તાહમાં 10 જેટલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટના બનતા વનવિભાગ તંત્રની બેદરકારી છતી થઈ છે મોડાસાના બોલુન્દ્રા ગામ નજીક આવેલા ડુંગર પર આગ લાગી હતી ડુંગર પર આગ ધીરેધીરે બેકાબૂ બનતા વનવિભાગ તંત્ર અને ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગ રહેણાંક વિસ્તાર સુધી પહોચવાનો ભય પેદા થતાં ડુંગર નજીક રહેણાંક વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો

Advertisement

મોડાસાના બોલુન્દ્રાના ડુંગર પર શનિવારે સાંજના આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી ડુંગરના જંગલમાં રહેલા સૂકા પાંદડા, ઝાડ અને પવનના લીધે આગ ઝડપથી પ્રસરતા આગનું રૌદ્ર સ્વરૂપથી ગામલોકો દોડી આવ્યા હતા અને આગના લબકારાથી ભયભીત બન્યા હતા વનવિભાગ કર્મચારીઓ દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર ફાયટર સાથે પહોચી ભારે જહેમત બાદ પર આગ પર કાબૂ મેળવ્યો હતો આગ રહેણાંક વિસ્તાર સુધી પ્રસરતી અટકતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો આગના પગલે વનરાજીને ભારે નુકશાન થવાની સાથે વન્ય પ્રાણી-પક્ષીઓ આગમાં સ્વાહા થયા હતા જીલ્લાના ડુંગર અને જંગલમાં લાગતી આગથી પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે વનવિભાગ દ્વારા આગ લાગવાના બનાવોમાં ઘટાડો થાય તે માટે જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!