36 C
Ahmedabad
Monday, April 22, 2024

અરવલ્લી : મોંલ્લીકંપાના ઘનશ્યામ પટેલે મહાકાલની શક્તિ હોવાનું કહી રેલ્વે કર્મીના 10 લાખના ડબલ કરી આપવાનું કહીં છેતરપીંડી


કહેવાતા તાંત્રિક ઘનશ્યામ પટેલ અને તેના ત્રણ સાગરીતોએ રેલ્વે કર્મીને ચોઈલા સ્મશાનમાં 10 લાખના ડબલ કરવાની વિધિ કરી પૈસાની જગ્યાએ લોંખડની પેટીમાં પારલે બિસ્કીટ ભરી આપ્યા

Advertisement

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરેની કહેવત રેલવે કર્મી માટે સાચી સાબિત થઈ છે ગાંધીનગરમાં રહેતા રેવલે કર્મી તેના સબંધીની અંતિમ વિધિમાં કઠવાડા સ્મશાનમાં ગયો હતો સ્મશાનના કર્મીના સંપર્કમાં આવતા બંને મિત્ર બની ગયા હતા મિત્રતા આગળ વધતા સમશાન કર્મીએ રેલ્વે કર્મીને એક વ્યક્તિ પાસે મહાકાલની શક્તિ હોવાથી રૂપિયા ડબલ કરી આપે છે કહેતા રેવલે કર્મી લાલચમાં આવી તાંત્રિક ઘનશ્યામ પટેલના સંપર્કમાં આવતાં તેને વાતચીતમાં લાલચવી ચોઇલા સ્મશાનમાં રૂપિયા ડબલ કરી આપવાની વિધિ માટે માલસામાનના 35 હજાર લીધા પછી 10 લાખ રૂપિયા લઇ ચોઈલા સ્મશાનમાં બોલવી 10 લાખ રૂપિયા લોંખડની પેટીમાં વિધિમાં મૂકી પૈસા ભરેલી પેટીના બદલે પારલે બિસ્કીટ ભરેલ પેટી પકડાવી છેતરપિંડી કરતા રેલ્વે કર્મીએ બાયડ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો હતો

Advertisement

ગાંધીનગર ઝુંડાલના સાવ્યા સ્કાયમાં રહેતા રમેશ કાશીનાથ ગણવીર રેલ્વે વિભાગમાં ફરજ બજાવે છે તેમના અમદાવાદ રહેતા સંબધીનું મોત થતાં કઠવાડા સ્મશાનમાં અંતિમવિધિમાં ગયા હતા ત્યારે સ્મશાનમાં કામગીરી કરતા દિવાનજી ઠાકોર નામના કર્મી સાથે મિત્રતા થતાં બંને મોબાઈલ પર વાતચીત કરતા રહેતા હતા દિવાનજી ઠાકોરે રાજસ્થાન સીમલવાડાના ઢેચરા ભગતનો રમેશ અળખા યાદવ મારા સંપર્કમાં છે અને તે અરવલ્લીના મોંલ્લી કંપાના મહાકાલની શક્તિ ધરાવતા એક તાંત્રિકને ઓળખે છે જે તાંત્રિક વિધિથી એકના ડબલ રૂપિયા કરી આપે છે

Advertisement

રેલ્વે કર્મી રમેશ કાશીનાથ ગણવીરને એકના ડબલ રૂપિયા કરવાની લાલચ લાગતા તેને રમેશ યાદવનો મોબાઇલથી સંપર્ક કર્યા બાદ તાંત્રિક ઘનશ્યામ પટેલ સાથે મોબાઇલ પર વાતચીત કરતા તેને વાતચીતમાં લલચાવી સમશાનમાં જઈ પૂજા વિધિ કરી મહાકાલની શક્તિ મેળવી એકના ડબલ પૈસા કરતો હોવાનું જણાવતા પોલીસકર્મી રમેશ યાદવ અને તાંત્રિક ઘનશ્યામ પટેલની વાતોમાં ફસાતા 35 હજાર રૂપિયા વિધિના માલસામાન માટે ઓનલાઈન બે લોકોના મોબાઈલમાં ટ્રાન્ઝેક્શન કરાવી લીધા પછી રેલ્વે કર્મીને 10 લાખ રૂપિયા લઇ ચોઈલા સમશાનમાં સાંજના સુમારે બોલાવતા રેલ્વે કર્મી તેની પુત્રી અને તેમનો મિત્ર દિવાનજી ઠાકોર સાથે કારમાં 10 લાખ રૂપિયા લઇ ચોઈલા નજીક પહોચતાં તાંત્રિકનો માણસ વિજય ઝાલા ત્રણેને ચોઈલા સમશાનમાં લઇ ગયો હતો ઘનશ્યામ પટેલે અઘોરીરૂપ ધારણ કરી ભગવા વસ્ત્રમાં વિધિ કરવાનું નાટક ચાલુ કરી રેલ્વે કર્મી પાસે રહેલા 10 લાખ રૂપિયાની પૂજા કરી વિધિ કરવાનું જણાવી લઇ લીધા હતા અને લોખંડની પેટીમાં મૂકી દીધા હતા બે ત્રણ કલાક વિધિ કર્યા બાદ રેલ્વે કર્મીને લોખંડની પેટીમાં પૈસાની જગ્યાએ પારલે બિસ્કીટ ના પેકેટ મૂકી આપી લોક મારી ઘરે જવાનું જણાવી કાલે સાંજે તેમના ઘરે ઘનશ્યામ પટેલ આવી લોક ખોલી આપસે કહી ત્રણેને પરત મોકલી દીધા હતા બીજા દિવસ સાંજે ઘનશ્યામ પટેલ નહીં આવતા રેલ્વે કર્મીએ પેટીનું તાળું તોડતાં બિસ્કિટના પેકેટ જોઈ ચોંકી ઊઠ્યો હતો આબાદ છેતરાયો હોવાનો અહેસાસ થતાં બાયડ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુન્હો નોંધાવ્યો હતો

Advertisement

બાયડ પોલીસે રમેશ કાશીનાથ ગણવીરની ફરિયાદના આધારે 1)ઘનશ્યામ મણી પટેલ (રહે,મોંલ્લીકંપા,માલપુર),2)વિજય મંગળ ઝાલા (રહે,બોરટીંબા-બાયડ),3)રમેશ અળખા યાદવ (રહે,ઢેચરાભગત-રાજ) અને 4)ફુલા મશરૂ પગી (રહે,પીપરાણા-માલપુર)સામે ગુન્હો નોંધી ઝડપી પડાવ ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!