શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના વતની અને ઈન્ડીયન આર્મીના ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બારીયા વય નિવૃત થતા તેમનુ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.શહેરા ખાતેથી ખુલ્લી જીપમા આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયાની સન્માનયાત્રા યોજાઈ હતી. તેમને ફુલનો હાર પહેરાવી ફટાકડા ફોડવામા આવ્યા હતા.ડીજેના પર દેશભક્તિના ગીતોથી શહેરામાં દેશભક્તિમય માહોલ છવાયો હતો.
દેશની રક્ષા માટે પોતાને તન મનથી સેવા કરનારા આર્મી જવાન જ્યારે વય નિવૃત થાય છે.ત્યારે લોકોનો પણ એટલો પ્રેમ જોવા મળે છે.આવો માહોલ શહેરા ખાતે જોવા મળ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના રાજેન્દ્રસિંહ બાબરસિંહ બારિયા વયનિવૃત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.શહેરા બસ સ્ટેશન ખાતે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. પરિવારજનો દ્વારા તેમને ફુલહાર પહેરાવીને શુભકામના પાઠવામા આવી હતી. શહેરા બસ સ્ટેશન ખાતેથી આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયાની સન્માનયાત્રા કાઢવામા આવી હતી.ખુલ્લી જીપમા તેમને સૌ ગ્રામજનોનુ પણ અભિવાદન ઝીલ્યુ હતુ.ત્યારબાદ તેઓ પોતાના વતન વાટાના મુવાડા ડીજેના તાલે દેશભક્તિના ગીતોના માહોલ સાથે પહોચતા ત્યા ગ્રામજનો,તેમજ આગેવાનો,રાજકીય આગેવાનો દ્વારા તેમનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. અત્રે નોધનીય છે કે રાજેન્દ્રસિંહ બારીયા 2007મા ઈન્ડીયન આર્મીમા જોડાયા હતા. ત્યારબાદ તેમને દેશના વિવિધ જગ્યાઓ પર દેશસેવા કરી ફરજ બજાવી હતી.તેમના ફરજના કાર્યકાળ દરમિયાન તેમને અલવર રાજસ્થાન, રાજોરી જમ્મુ કાશ્મીર,દિલ્લી ,સુકના પશ્ચિમ બંગાળ,અને છેલ્લે જોધપુર રાજસ્થાન ખાતે ફરજ બજાવીને વયનિવૃત થયા હતા.તેમને 17 વર્ષ દેશની સેવા કરી જીવનનુ અમુલ્ય યોગદાન આપ્યુ હતુ.
પંચમહાલ- શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારીયા વયનિવૃત થતા ભવ્ય સ્વાગત કરાયું
Advertisement
Advertisement