ભીખાજી ઠાકોર સામે પત્રિકા યુદ્ધ થયું હતું તો હવે શોભનાબેન બારૈયા સામે પોસ્ટકાર્ડ યુધ્ધ શરૂ થતાં ભાજપમાં ખળભળાટ
સાબરકાંઠા બેઠક પર અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યાના દસ દિવસ પછી તેમના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા ભાજપના કાર્યકરોમાં ભારે આક્રોશ
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભાજપના ઉમેદવાર આયાતી ઉમેદવાર હોવાનો મુદ્દો બનાવી ભાજપના કાર્યકરોનો સતત સાત દિવસ થી વિરોધ
સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે ભાજપે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને આયાતી ઉમેદવારના સ્થાને અન્ય ભાજપના સનિષ્ઠ કાર્યકરને ટીકીટ આપવામાં આવેની માંગ પ્રબળ બની છે ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા બાદ તેમણે હાઇકનાન્ડે ના કહીં દેતા ભીખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા સપ્તાહથી વિવિધ સ્વરૂપે વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર કાર્યકારતોર ભારે વિરોધ કરી ભીખાજી ઠાકોરને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવા માંગ કરી હતી
સાબરકાંઠા ભાજપના મોટાભાગના કાર્યકરો પક્ષથી નારાજ હોય તેવી સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે સનિષ્ઠ ભાજપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ આયાતી ઉમેદવારને બદલી સ્થાનિકને ટિકિટ આપોની માંગ કરી રહ્યા છે અને ભાજપ કાર્યાલય પર પહોચીને શોભનાબેન બારૈયાના વિરોધમાં પોસ્ટ કાર્ડ લખ્યા હતા. જેમાં આયાતી ઉમેદવાર બદલો ભાજપ જીતાડોના પોસ્ટ કાર્ડ લખાયા હતા. આ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવશે. કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલવા કાર્યકર્તા અડગ હોવાનો હુંકાર કર્યો છે