સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને લઈને હજુ આંતરિક વિવાદ અને સનિષ્ઠ કાર્યકરોનો આયાતી ઉમેદવારો સામેનો બળવો ખાળવામાં મોવડી મંડળથી લઇ સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ ફોંફા મારી રહ્યા છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી અને બંને જીલ્લાના કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. અને મતદારો સુધી પહોચી રહ્યા છે ભાજપમાં ચાલતા આંતરિક વિરોધનો લાભ લેવાના તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.
સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળના અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી પ્રચાર માટે પહોચ્યા હતા.આદિવાસી વિસ્તારમાં આવેલા તુષાર ચૌધરીએ ઢોલ ઉપાડી લઇ કાર્યકરો સાથે ઢોલ વગાડી મત માંગ્યા હતા.પારંપરિક આદિવાસી નૃત્ય સાથે સભા સ્થળે પહોચ્યા હતા.આગામી ૧૬ એપ્રિલ કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને જોડાવવા અપીલ કરી હતી કોંગ્રેસના બૂથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો પણ કોંગ્રેસી ઉમેદવાર તુષાર ચૌધરીને જંગી બહુમતીથી વિજય અપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો
ભાજપ ચાલતા આતરિક ડખાને લઈને પણ નિવેદન આપ્યું હતું..કોગ્રેસ યુક્ત ભાજપમાં હવે વિરોધનો વંટોળ છે.કોંગ્રેસમાથી ભાજપમાં આવનારને સીધું ધારાસભ્ય થી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય…કોઇકને સાંસદમાં ટીકીટ આપી દેવાય છે.આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે.આ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડો.તુષાર ચૌધરી સામે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇંડિયા ગઠબંધનના કારણે વોટ માગતા નજરે પડ્યા હતા.