30 C
Ahmedabad
Monday, April 29, 2024

સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની એક જ માંગ


કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં હજારોની સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા.

Advertisement

ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના પુરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો પરંતુ એક જાહેર સભા દરમિયાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી હતી અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે વિરોધ દર્શાવી રહ્યા હતા.આ વિરોધ દિવસે દિવસે વધતો રહ્યો અને ગામડે ગામડે સુધી પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માગ બુલંદ બની હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન લેતા અસ્મિતા સંમેલનો યોજાઇ રહ્યા છે ત્યારે આજ હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટ માં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માગ કરાઈ રહી છે જોકે આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે જોકે આ આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે આજે હિંમતનગર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણી ને લઈ પુરૂષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત લેવા માટે ની માગ થઈ રહી છે જોકે આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજરી આપવાના છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે પહોંચવું તે માટેનું આહવાન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે જોકે એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના કોર કમિટીના પ્રવક્તા કિરણસિંહ એક એવું પણ જાહેર કર્યું હતું કે આપણા બાપદાદાઓ દ્વારા 576 નું રજવાડાઓ લોકશાહી માટે પક્ષી દેવામાં આવ્યા હતા એ જ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે રૂપાલાજી પોતાની એક ઉમેદવારી છોડવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજ એ હજુ વધુ ઉગ્ર થવાની જરૂર છે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે અને આવતીકાલના રાજકોટ ખાતેના મહા સંમેલનમાં સાબરકાંઠાની અરવલ્લી જિલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવું પણ આહવાન કરવામાં આવ્યું હતું.

Advertisement

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આજે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમાં ક્ષત્રિય સમાજની એક જ માગ જોવા મળી રહી છે કે રાજકોટ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત ખેંચવામાં આવે સાથે જ ઉમેદવારી પરત ખેંચવામાં અને જો એમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!