રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે સંકળાયેલ વિવિધ ટીમો સાથે બેઠક યોજી
ચૂંટણી ખર્ચ નિરીક્ષક દયાનંદન ટી, જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક SP શૈફાલી બારવાલે જીલ્લા કોન્ટેક્ટ સેન્ટર (DCC)ની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દયાનંદન ટી.(IRS)ની નિમણૂંક કરવામાં આવી છે. જેમની અધ્યક્ષતામાં શનિવારે અરવલ્લી જીલ્લામાં ખર્ચ સાથે સંકળાયેલા અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રશસ્તિ પરીકએ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ જીલ્લાની ત્રણ મતદાર વિભાગના મેનેજમેન્ટ પ્લાનની પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં જીલ્લાના મતદારો, પોલીંગ સ્ટેશન, વિવિધ ટીમોની તાલીમ, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલ મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમ.સી.એમ.સી ફલાઇંગ સ્કવોર્ડ તથા સ્વીપ સહિતની વિસ્તૃત વિગતો અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દયાનંદ.ટીને માહિતગાર કર્યા હતા.
સાબરકાંઠા લોકસભા બેઠકના ખર્ચ નિરીક્ષક દયાનંદન(IRS)એ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી આતંરરાજ્ય સરહદે તમામ ટીમોને સતર્ક રહેવા સૂચન કર્યુ હતું તેમજ બેંકોમાંથી થતાં નાણાકીય વ્યહવારો પર ખાસ નજર રાખવા સબંધિત અધિકારીઓને સૂચના આપી અરવલ્લી જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તેના પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં રાજકીય પક્ષ અને ઉમેદવારના ખર્ચ સબંધે કરવામાં આવેલ કામગીરી અને નિભાવામાં આવતા રજીસ્ટરો અંગે વિવિધ ટીમો પાસેથી વિગતો મેળવી હતી. ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમોને અપાયેલ તાલીમ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લામાં ખર્ચના ડેઇલી રીપોર્ટ ખાસ સબમીટ કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જિલ્લાના અધિકારીઓને સાબરકાંઠા ટીમ સાથે સંકલનમાં રહી સંપૂર્ણ નિષ્ઠાથી લોકશાહીના પર્વને ઉજવે તેવી અપીલ કરી હતી.
આ બેઠકમાં અરવલ્લી ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રશસ્તિ પરીક,ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર અને જીલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા,જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ, આદર્શ આચાર સંહિતા અમલીકરણ અધિકારી રાજેશ કુચારા,નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિશાલ પટેલ સહિત ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ અધિકારીઓ ,કર્મચારીઓ તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.