ડૉ. બાબાસાહેબ આંબેડકરના 133મી જન્મજયંતિ નિમિત્તે જાણિતા સમાજસેવી મિતેષભાઇ ચાવડા અને ભરતભાઇ ડાભી દ્વારા વડોદરા ખાતે VANKAR.IN વેબસાઇટના માધ્યમથી છુટાછેડા રોકો કેંદ્રની શરુઆત કરવામાં આવી છે કોમ્પ્યુટર મેનેજર તરીકે મુંબઈ નોકરી કરતા અને શનિ-રવિની રજાઓમાં વડોદરા આવી સામાજિક સેવાકાર્યમાં સતત કાર્યશીલ ભરત ડાભી તેમના મિત્ર મિતેષ ચાવડા અને માર્ગદર્શક વડિલો મણિભાઇ પરમાર (ચેરમેન – ડૉ. આંબેડકર ભવન, વડોદરા), મુળચંદ રાણા (પુર્વ સદસ્ય અને એક્ટીંગ ચેરમેન – ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન) તેમજ ડૉ. મનુભાઇ મકવાણા (પુર્વ ડિન, ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ)ના સહયોગથી સમાજમાં થતા છુટાછેડા અટકાવવા ગહન અભ્યાસ કરી. આ મુદ્દે તેઓએ બેથી ત્રણ સેમીનાર થકી વિવિધ સર્વે કાર્યક્ર્મ કરવાની સાથે છુટક છુટક સમજાવટથી ૪-૫ જેટલા છુટાછેડા થતા અટકાવવામાં સફળતા મળી છે અને આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે આ છુટાછેડા અટકાવવા હેતુ ખાસ એક કેંદ્રની તેઓએ આજે શરુઆત કરવામાં આવી છે
આ કેંદ્રની શરુઆત કરતા ઉપસ્થિત સમાજ હિતેચ્છુઓએ આ પહેલને વધાવતા વિવિધ અનુભવો, આજની સામજીક પરીસ્થિત, જુરરી ઉપાયો જણાવતા વિવિધ સુચનો કરેલ હતા અને VANKAR.IN વેબસાઇટના માધ્યમથી શરુ થયેલ આ છુટાછેડા કેંદ્રનો લાભ લઈ ઘર તુટતા બચે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા