જયભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૩મી અપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ડૉ. આંબેડકર જીવનગાથા અને ભીમ ભજનનુ રસપાન કરાવવામા આવ્યુ હતુ આ પ્રસંગે સમાજીક કાર્યકર પ્રકાશભાઈ પરમાર ભાજપા અગ્રણીઓ કેશુભાઈ રબારી, કુલદીપસિંહ જાડેજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પરમાર, ભાજપા જીલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકી, પિકેશ શાહ તથા કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્રસિંહ કુંપાવત, કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ જીતુભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાત્રીના ૧૨ કલાકે ભવ્ય આતશબાજીથી આકાશમા રંગબેરંગી રંગોથી ઝળહળી ઉઠયુ હતુ તેમજ ૧૪ એપ્રિલના રોજ ભવ્ય બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બાઈક રેલી ભાંભી વાસ -૨ થી પ્રસ્થાન કરાવવામા આવી હતી જેમા જિલ્લાભરમાથી બાઈકર્સ ઉમટી પડ્યા હતા જે “જય ભીમ”ના નાદ સાથે ઇડર શહેરના વિવિધ વિસ્તારમા થઈ ચોક વિસ્તારમા પરત ફર્યા હતા ત્યારબાદ સાંજે ૪.૦૦ કલાકે ગાંધીવાડી રોડ પર આવેલ ભાંભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડૉ. બાબાસાહેબની સાહેબની શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરાવવામા આવી હતી શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમા જતા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર આઈસ્ક્રીમ , કોલડ્રિન્ક , છાશનુ વિતરણ કરવામા આવ્યુ હતુ થઈ અપોલો ત્રણ રસ્તા પાસે પહોંચી હતી જ્યા જિલ્લાભરમા પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ , આદિજાતિ સમાજના બિટીએસ ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી તેમજ નગરશ્રેષ્ઠીઓ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ‘ બાબા સાહેબ અમર રહો’ ના નારા અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવાવ રોડ તરફ આગળ વધી હતી જે સાકરિયા , સિધ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમાજવાડી પહોંચી સમાપન થયુ હતુ જેમા ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહનોએ મોટી સંખ્યામા ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી