*બાયડ ક્ષત્રિય સમાજના યુવાનોનું હુંકાર..રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો 26 લોકસભા બેઠક પર ભાજપને અસર પડશે*
પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમદેવાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરોની માંગ સમગ્ર રાજ્યનો ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદ ભાજપ માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ માટે પ્રવેશબંધીના બેનર લાગી ચૂક્યા છે ત્યારે બાયડ શહેરમાં ક્ષત્રિય સમાજે પુરૂષોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ
બાયડ શહેરમાં સોમવારે અરવલ્લી જીલ્લા ક્ષત્રિય સમાજની અસ્મિતા સ્વાભિમાન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ ક્ષત્રિય સમાજ દ્વારા પુરોષત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી બાયડ ક્ષત્રિય યુવા અગ્રની કિશનસિંહ ચૌહાણ અને તેમની ટીમે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ ભાજપ રદ નહીં કરે તો ભાજપ પ્રદેશ પ્રમુખ,જીલ્લા અને તાલુકા પંચયાત સદસ્ય કે ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર માટે ગામડાઓમાં પ્રવેશ નહીં મળેની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી બાયડ ક્ષત્રિય સમાજની રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા યુવાનોએ એક જ સૂર જોવા મળ્યો હતો પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરો નહીં તો લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે બાયડ શહેરના માર્ગ પર હાય રે રૂપાલા હાય હાય ના નારા ગુંજી ઉઠ્યા હતા