400થી વધુ લોકોએ રેલી સ્વરૂપે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપ્યુ
લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ),મસોતા,ભાણમેર અને ઝાંઝરી ગામ નજીક કિંમતી ધાતુઓ મળી આવતા કેન્દ્ર સરકારે ખનિજની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથધરતાં ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ચાર ગામના લોકોએ મોટી સંખ્યામાં ભિલોડા પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી
કેન્દ્ર સરકારના ખાણખનિજ વિભાગના સર્વેમાં ભિલોડા તાલુકાના કુંડોલ પાલ,ભાણમેર,ધનસોર,ઝાંઝરી તેમજ મસોતાપંથકમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ વિપુલ પ્રમાણમાં હોવાનું બહાર આવતા તેનુ ખનન કરવા માટે ભારત સરકારે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારે હાથધરતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજ ખનન નહીં કરવા માટે માંગ કરવામાં આવી હતી આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્થાનિક ધારાસભ્ય, લોકસભા, રાજ્યસભા સાંસદ અને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરતા પ્રોજેક્ટ અંગે ઘટતું કરવા હૈયાધારણા આપ્યાં પછી યોગ્ય પ્રતિસાદ નહીં મળ્યો હોવાનો આદિવાસી સમાજના લોકોને અહેસાસ થતાં ચાર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને રેલી સ્વરૂપે ભિલોડાના મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ