30 C
Ahmedabad
Monday, April 29, 2024

પંચમહાલ- પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું મહેરામણ ઉમટ્યુ,હોમહવન સહિતના કાર્યક્રમો યોજાયા


હાલોલ
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામા ભાવિકો ગુજરાત અને અન્ય રાજ્યોમાથી ઉમટી પડ્યા હતા. મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.ચૈત્રી આઠમને લઈ દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. મહાકાલિ મંદિર પરિસર ખાતે આઠમનો હોમ હવનના કાર્યક્રમો પણ યોજાયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. સવારે ચાર વાગે મંદિરમાં માતાજી ની મંગળા આરતી થતા ભક્તો એ આરતીનો લાભ લીધો હતો.આરતી સાથે દર્શન ની શરુઆત થઇ હતી.જોકે બપોર બાદ અસહ્ય ગરમી ને કારણે ભક્તો નો પ્રવાહ ઘટી ગયો હતો.જ્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર માં કરવામાં આવ્યો હતો.ભક્તો એ માતાજી ના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મંદિર જીર્ણોદ્ધાર બાદ શિખર બંધ સુવર્ણ કળશ થી સુશોભિત ધ્વજ દંડ પર ધજાજી લહેરાયા બાદ નવરાત્રી નો હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલા યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટીગણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શ્રદ્ધાળુ યજ્ઞ મંડપની બહારથી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જયારે યજ્ઞનો આરંભ સવારે ૯.૦૦ કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૫.૦૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી શાસ્ત્રોક્ત વિધિવત રીતે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આઠમના નોરતાને લઇ માતાજીના ભકતોએ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!