ગોધરા
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારે ગતરોજ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તેમની સાથે કોંગ્રેસના સ્થાનિક અગ્રણી અને નેતાઓ તેમજ કાર્યકરો પણ હાજર રહ્યા હતા.કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી સ્વરુપે જીલ્લા ચુટણી અધિકારીની કચેરી ખાતે પહોચી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. ગુલાબસિંહ ચૌહાણે પોતાની ઉમેદવારીનો આશાવાદ વ્યકત કર્યો હતો.
પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાતો જાય છે.લોકસભાની ચુટણીના ગુજરાતના જાહેરનામા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.ભાજપાના ઉમેદવાર બાદ આજે કોંગ્રેસના ઉમેદવારે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જેમાં ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોગ્રેસ કાર્યલાય થી પોતાના સમર્થકો સાથે રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી પહોંચી પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી પંચના નિયમ કરતા કોંગ્રેસના સમર્થકો વધી જતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આશિષકુમાર વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ સમર્થકો બહાર ન જતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યા બાદ કોંગી કાર્યકરો ને પોલીસની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.મિડીયા સાથેની વાતચીતમાં તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગોધરા- લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યુ. જીતની આશા વ્યક્ત કરી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -