33 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : મેઘરજ નેસડાના 32 વર્ષીય યુવકને પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારતા,પોલીસે અપહત્ય યુવકને બચાવી લીધો


 

Advertisement

પ્રેમી યુવકની પ્રેમિકાના પતિ સહિત શખ્સોએ યુવકનું અપહરણ કરી ખાટલામાં બાંધી ઢોર માર માર્યો,2 મહિલા સહીત 12 શખ્સો સામે ગુન્હો નોંધાયો

Advertisement

મેઘરજ પોલીસે ગણતરીના કલાકોમાં અપહત્ય યુવકના અપહરણનું લોકેશન મેળવી પ્રેમી યુવકનો જીવ બચાવવાની સાથે 4ને દબોચ્યા

Advertisement

મેઘરજ PSI આર.બી.રાજપુત અને તેમની ટીમની કામગીરીની સમગ્ર પંથકમાં સરાહના 

Advertisement

          મેઘરજ તાલુકાના નેસડા ગામનો 32 વર્ષીય એક શખ્સે પોતાના ગામની એક મહિલા સાથે પ્રેમ સબંધ રાખી મહિલાને લઇ ભાગી ગયો હતો જેની અદાવત રાખી મહિલાના પતિએ આ શખ્સનુ રસ્તામાંથી અપહરણ કરી સબંધીને ત્યાં લઇ જઇ જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી પરંતુ મેઘરજ પોલીસે સમય સુચકતા વાપરી આશખ્સને અપહરણ કર્તાઓના ચુંગલમાંથી છોડાવી લઇ સારવાર અર્થે ખસેડ્યો હતો જે ઘટનામાં ભોગબનનારે બે મહિલા સહીત બાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધવી હતી 

Advertisement

નેસડા ગામનો રણછોડ કાળુ ખરાડી ગામનીજ એક મહિલા સાથે પ્રેમ સબંધ હોવાથી રણછોડ આ મહિલાને એક વર્ષ પહેલાં લઇને ભાગી ગયો હતો અને બે માસ જેટલો સમય બહાર રહી પરત આવી ગયો હતો મહિલાને પોલીસ સ્ટેશને હાજર કરતાં મહિલા નારીગ્રુહમાં મોકલાઇ હતીથોડા દિવસ બાદ મહિલા તેના પતિના ઘરે ગઇ હતી પરંતુ મહિલાને તેના પતિના ઘરે રહેવુ ન હોય તે મહિલા ફરીથી રણછોડ પાસે આવી જતાં રણછોડ આ મહિલાને અમદાવાદ બાજુ મુકી આવ્યો હતો અને રણછોડ આ મહિલાને મળવા અવાર નવાર જતો હતો જેની અદાવતમાં બે દિવસ અગાઉ પ્રેમી રણછોડ બાઇક લઇ મેઘરજ થી ઘરે આવતો હતો તે દરમિયાન મુડશી નજીક સામેથી એક ઇકો ગાડી આવી રણછોડની બાઇકને ટક્કર મારતાં રણછોડ રોડ પરથી નીચે પટકાયો હતો ઇકો ગાડીમાં થી શખ્સો નીચે ઉતરી કીરકારીયો કરી આજે તને છોડવાનો નથી જાનથી મારી નાખવાનોછે તેમ કહેતાં રંછોડ ભાગવા લાગ્યો હતો પરંતુ ટોળાએ પથ્થર મારો કરી રણછોડને પકડી ઊંચો કરી  ઇકો ગાડીમાં નાખીને અપહરણ કરી ભાગ્યા હતા બે શખ્સો રણછોડની બાઇક થોડે દૂર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી                         ઇકો ગાડીમાં પ્રેમી રણછોડને માર મારી ભેમાપુર ગામે લઇ જઈ પ્રેમિકાના પતિ સહિત તેના મળતિયાઓએ તેમના સબંધીને ત્યાં ઘરમાં રણછોડને રસ્સીથી ખાટલા પર બાંધી લાકડીઓ વડે માર મારી જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો તેની પાસેથી મોબાઈલ અને રૂપિયા પણ પડાવી લીધા હતા

Advertisement

યુવકના અપહરણની જાણ મેઘરજ પોલીસને થતાં ઘટનાની ગંભીરતા સમજી અપહત્ય યુવકના મોબાઇલ લોકેશનના આધારે પોલીસે આરોપીઓનું ઠેકાણું શોધી કાઢી ભેમાપૂર પહોચી પ્રેમી યુવકને મોતને ઘાટ ઉતારે તે પહેલા બચાવી લીધો હતો ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધો હતો                                                                                    

Advertisement

મેઘરજ પોલીસે અપહત્ય યુવક રણછોડ કાળુ ખરાડીની ફરિયાદના આધારે 1)ભરત રૂપા ખરાડી,2)બાબુ રૂપા ખરાડી,3)ભલા ચેહરા ખરાડી,,4)મંગાચેહરા ખરાડી,5)ચંદુ નાથા ખાંટ,6)અરજન પ્રતાપ ખરાડી,7)લાડુ કનકા ખરાડી,8) કનકા ખરાડી,9)કનુ અરજન ખરાડી,10)કાળી અરજન ખરાડી,11) ભાવના કનુ ખરાડી (તમામ રહે.નેસડા) અને 12)જયંતી ભલા ડામોર (રહે.ભેમાપુર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે .                   

Advertisement

INBOX :- પોલીસે ગણત્રીના કલાકમાં ચાર આરોપી સહીત મુદ્દામાલ ઝડપી લીધો 

Advertisement

મેઘરજ પોલીસે અપહરણ કર્તાઓની ચુગલમાંથી શખ્સને ગણત્રીના સમયમાં છોડાવી લઇ સારવાર અર્થે ખસેડી દેવાયો હતો

Advertisement

ત્યારબાદ પીએસ આઇ આર બી રાજપુતે અલગ અલગ ટીમો બનાવી ચાર આરોપીને ઝડપી અપહરણમાં વપરાયેલ ઇકો કાર અપહત્ય યુવકની બાઇક,મોબાઇલ, રોકડ રકમ અને રસ્સી સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો 

Advertisement

INBOX :- પોલીસે ઝડપી લીધેલ આરોપી

Advertisement

1)ભરત રૂપા ખરાડી 2)કનુ અર્જન ખરાડી 3) ભાવના કનુ ખરાડી તમામ રહે.નેસડા અને 4)જયંતી ભલા ડામોર 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!