31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પંચમહાલ:સિકલીગર ગેંગના ઘરફોડ ચોરીના આરોપી મલિન્દરસિંહ ઉર્ફે મલ્લીને LCBએ ગોધરા બસ સ્ટેશનમાંથી દબોચ્યો


ગોધરા
પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસ દ્વારા ગોધરા શહેરમાં બનેલા ઘરફોડ ચોરીઓના 18 ગુનાઓનો ભેદ ઉકેલ કાઢી સિકલીગર ગેંગના મલિન્દર સિંહને ઝડપી પાડ્યો હતો, અને તેની પાસેથી 4.45 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ એલસીબી પોલીસશાખામાં ફરજ બજાવતા દિગપાલસિંહ દશરથસિંહને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે મલિન્દરસિંહ ઉર્ફે મલ્લી માનસિંગ ટાંક સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા કોઈક જગ્યાએથી ચોરી અથવા તો છળકપટથી મેળવીને વેચાણ માટે નીકળ્યો છે અને હાલ માટે ગોધરા શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ પર ઉભો છે. જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ એલસીબી પોસઇ મયંક ઠાકોર તેમજ એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ગોધરા બસ સ્ટેન્ડમાં વોચ રાખીને બાતમી મુજબના ઇસમની કોર્ડન કરીને અટકાત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા તેની પાસેથી કુલ રૂપિયા 4.45 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જેમાં સોના ચાંદીના દાગીના તેમજ ચોરી કરવા માટેના વિવિધ સાધનો મળી આવ્યા હતા. બીજીતરફ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરતા પંચમહાલ જિલ્લાના અલગ-અલગ પોલીસમથકે નોંધાયેલા 18 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. વધુમાં પકડાયેલો આરોપી મલિન્દરસિંગ ઉર્ફે મલ્લી ટાંક પંચમહાલ જિલ્લાના પાંચ જેટલા પોલીસમથક તેમજ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસમથકે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો, પોલીસ દ્વારા આરોપીની વધુ સઘન પૂછપરછ હાથ ધરતા ચીકલીગર ગેંગના અન્ય સભ્યોના પણ નામ સામે આવ્યા હતા. જેમાં ગોવિંદસિંહ કિરપાલસિંગ ભાદા, મલીંદરસિંહ ઉર્ફે ડોન મોહનસિંહ ભાદા, રાજેન્દરસિંહ ચીખલીગર, જરનેલસિંહ ઉર્ફે જલ્લુંસિંગ રૂપસિંહ ઉર્ફે છતરસિંગ ટાંક, ગુલ્લુસિંહ બબલુસિંગ ચીખલીઘરના નામ સામે આવ્યા હતા, જ્યારે ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વડોદરાના પ્રકાશભાઈ ચંપકલાલ સોની, જશોદાબેન પ્રકાશભાઈ સોની અને પ્યારેસિંહ કરણસીંગ બાવરી દ્વારા લેવામાં આવ્યો હતો. વધુમાં પોલીસ દ્વારા આરોપીની વધુ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા આરોપીએ જણાવ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન ભૂંડ પકડવાનું કામ કરતા ત્યારે સોસાયટી વિસ્તારમાં ભૂંડ પકડવાને બહાને જઈ બંધ મકાનોની રેકી કરતા હતા, ત્યારબાદ રાત્રિના સમયે બાઇકની ચોરી કરીને બંધ મકાનના નકુચા તોડી ચોરી કરીને બાઈક અવાવરૂ જગ્યાએ છોડી દેતા હતા.પોલીસ તપાસમા વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાવાની પણ શક્યતા છે. આ મામલે પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!