35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : મોડાસાનું અન્નપૂર્ણા ટ્રસ્ટની ફક્ત 2 રૂપિયામાં ટિફિન સેવા, અન્નપુર્ણા ટ્રસ્ટ 31 વર્ષથી દર્દી અને તેના સ્વજનોની સેવામાં ખડેપગે


અન્નપૂર્ણા ટ્રસ્ટના સેવાકીય યજ્ઞનો 32માં વર્ષમાં પ્રારંભ, 31મો વાર્ષિકોત્સવની ઉજવણી

Advertisement

અરવલ્લી જીલ્લાની અન્નપુર્ણા સંસ્થા છેલ્લા 31 વર્ષથી સેવાકાર્ય અવિરત ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં મોડાસા શહેર આરોગ્યલક્ષી નગરી તરીકે જાણીતું છે. મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહીત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. અન્નપૂર્ણા ટ્રસ્ટ બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યું છે. આ ભોજનને ટિફિન મારફતે દર્દી ને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ભોજન માટે ના સબ સેન્ટર પણ કાર્યરત કર્યા છે. જેમાં ફક્ત રૂ.૨ માં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના અન્નપુર્ણા ટ્રસ્ટને 31 વર્ષ પૂર્ણ થતાં ચાર રસ્તા ટાઉન હોલ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી પદ્મ શ્રી અને ગુજરાતના જાણીતા કટાર લેખક દેવેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી દેવેન્દ્ર પટેલે અન્નપૂર્ણા સેવાકીય મહાયજ્ઞના ટ્રસ્ટીઓ અને દાતાઓની સેવાકીય કામગીરીની સરાહના કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર સંતોષ દેવકરે કર્યુ હતું

Advertisement

INBOX :- 1993ના વર્ષથી ચાલી રહી છે અન્ન સેવા
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શિક્ષણ નગરીની સાથે આરોગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે. મોડાસા ખાતે રાજસ્થાન, મહીસાગર તેમજ આસપાસના જિલ્લાઓમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને પરિજનોને માત્ર બે રૂપિયાના દરે ટિફિનસેવા અપાય છે. સાથે સાથે વહેલી સવારથી આસપાસનાં તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી મજૂરી માટે આવતા શ્રમિકોને પણ બે રૂપિયામાં દાળ, ભાત, રોટલી-શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. મોંઘવારીના જમાનામાં 1993ના વર્ષથી એટલે કે 31 વર્ષથી માત્ર બે રૂપિયામાં હોસ્પિટલ સુધી દર્દીઓને ટિફિન પહોંચાડીને અવિરત સેવા કાર્ય કરતી આ સંસ્થા સાચા અર્થમાં અન્નપૂર્ણા સાબિત થઈ છે.

Advertisement

INBOX :- ગુજરાત સહિત દેશ-વિદેશમાં રહેતા મોડાસાના લોકો આપે છે દાન

Advertisement

અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા 31 વર્ષથી રોજના 500થી વધુ ટિફિન જરૂરિયાત મંદોને પૂરા પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. ઉનાળાના સમયમાં રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વટેમાર્ગુઓ માટે માત્ર એક રૂપિયાના દરે ઠંડી છાશનું વિતરણ કરવાની પણ સેવા કરાઈ રહી છે. આ સેવાકીય કામગીરી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના માટે મુંબઇ રહેતા મોડાસા વાસીઓ તેમજ બહાર ગામ રહેતા જિલ્લા વાસીઓ સતત દાનનો પ્રવાહ વહેવડાવતા રહે છે. જેના કારણે સતત 30 વર્ષથી ફક્ત બે રૂપિયાના ટોકન ભાવે સાત્વિક ભોજન આપવામાં આવે છે.

Advertisement

INBOX :- અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર,
અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ પટેલ સહિત ટ્રસ્ટીગણે જણાવ્યું કે, આ ટ્રસ્ટ છેલ્લા 31 વર્ષથી ભૂખ્યા જનોને ભોજન આપવાનું અને દર્દીઓને ભોજન આપવાનું કામ કરે છે. દવાખાનામાં આવતા 500 દર્દીઓને રૂ.2માં દરરોજ હોસ્પિટલના દરવાજા સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. આ સાથે શ્રમજીવીઓને રૂ.2માં નાસ્તો પહોંચાડે છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેને લઈને પ્રદેશમાં અન્નપૂર્ણાનું આંદોલન ચાલી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!