ભિલોડાના સરહદીય અને ડુંગરાળ અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કના અભાવે રહેતા પ્રજાજનો દુનિયાથી અલિપ્ત રહેતા હોય તેવો અહેસાસ
BSNL કચેરીમાં વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના આંખ આડે કાન
૨૧મી સદીના હાઈટેક અને ફાસ્ટ યુગ દરમિયાન BSNL મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા સર્જાતા મોબાઈલ ઘારકોને ઈમરજન્સી કામકાજ દરમિયાન ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિસ્તારમાં આવેલ ઝાબચિતરીયા, રંગપુર, કારછા, સોનાસણ, પાંચ મહુડી, વસાયા, અણસોલ, નવાગામ, જાબુંડી સહિત આજુ-બાજુના વિવિધ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં BSNL મોબાઈલ નેટવર્કના વારંવાર ઘાંઘિયા રહેતા હોવાથી મોબાઈલ ઘારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.BSNL મોબાઈલ નેટવર્ક અને કનેકટીવીટીની હેરાનગતી સંદર્ભે ભિલોડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, રેખાબેન શંકરભાઈ પટેલ સહિત જાગૃત ગ્રામજનોએ BSNL વિભાગના ઉચ્ચ કક્ષાના જવાબદાર અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે.ઝાબ ચિતરીયા પંથકમાં BSNL ના હજજારો મોબાઈલ ઘારકોને સત્વરે મોબાઈલ નેટવર્ક અને કનેકટીવીટી વ્યવસ્થિત રીતે મળે તેવી માંગ ઉદ્ધવી છે.