20 C
Ahmedabad
Monday, March 17, 2025

અરવલ્લી : મોડાસાની નાલંદા-2માં ધાડપાડુ ગેંગના આંટાફેરાથી રહીશોમાં ફફડાટ,ત્રણ લૂંટારુ CCTV કેમેરામાં કેદ,જુઓ VIDEO



નાલંદા-2 સોસાયટીમાં ચારથી પાંચ ઘરના તાળા તોડ્યા હોવાની લોકમુખે ચર્ચા         

Advertisement

સોસાયટીના રહીશોએ ધાડપાડુ ગેંગનો પીછો કરે તે પહેલા ચકમો આપી દીવાલ કૂદી રફુચક્કર     

Advertisement

મોડાસા શહેરમાં ઘોડા પોલીસ દ્વારા રહેણાંક સોસાયટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેની લોકમાંગ 

Advertisement

                              અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોર-લૂંટારૂ ગેંગ સક્રિય થતાં પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરની અમરદીપ સોસાયટી અને વંદનપાર્ક સોસાયટીના બે બંધ મકાનને નિશાન બનાવી 4.55 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યાના ગણતરીના કલાકોમાં ધાડપાડુ ગેંગ સહયોગ બાયપાસ ચોકડી નજીક નાલંદા-2 સોસાયટીમાં દેખા દેતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે સોસાયટીના ચાર થી પાંચ મકાનના તાળાં તોડ્યા હોવાની ચર્ચા વચ્ચે સોસાયટીના માર્ગ પર રાત્રિના સુમારે બિન્દાસ્ત ફરતાં ત્રણ ધાડપાડુઓ સીસીટીવી કેમેરામાં કેદ થતાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છવાયો છે મોડાસા ટાઉન પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી ધાડપાડુ ગેંગને ઝડપી પાડેની લોકમાંગ પ્રબળ બની છે                                                  

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના માલપુર બાયપાસ સહયોગ ચોકડી નજીક આવેલ નાલંદા-2 સોસાયટીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકતા સ્થાનિક લોકોમાં ચિંતા પ્રસરી છે ધાડપાડુ ગેંગના આંટાફેરાથી સોસાયટીના રહીશો રાત્રી પહેરો કરવા મજબૂર બન્યા છે ધાડપાડુ ગેંગનો કેટલાક સ્થાનિક યુવકોએ પીછો કરતા સોસાયટીના ફરતે બનાવેલ પ્રોટેક્શન વોલ કૂદીને ફરાર થઈ ગયા હતા સોશ્યલ મીડિયામાં નાલંદા-2 સોસાયટીમાં રાત્રિના સુમારે લટાર મારતા ધાડપાડુઓના સીસીટીવી વીડિયો વાયરલ થતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા ટાઉન પોલીસ સમગ્ર શહેરમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તે તાતી જરૂરીયાત ઉભી થઈ છે ઘોડા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગથી ધાડપડું ગેંગ પર અંકુશ મેળવવામાં આવેની શહેરીજનો માંગ કરી રહ્યા છે 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!