અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બતમીદારો સક્રિય કરી સતત નાસતા- ફરતા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અરવલ્લી જીલ્લા પોલીસ ટીમ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા બહારના રાજ્યોમાં ધામાં નાખી નામચીન,ખુંખાર આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે
અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ નાસતા ફરતા આરોપીનોને ઝડપી ઝડપી લેવા મધ્યપ્રદેશના જુદા જુદા વિસ્તારોમા સ્થાનિક બતમીદારોને સક્રિય કરી આરોપીની વિષે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડે છે.અરવલ્લી જિલ્લા પીએસઆઇ સી.એફ રાઠોડ અને તેમની ટીમે છેલ્લા કેટલા સમયથી બહારના રાજ્યોમાં ધામાનાખી આરોપીઓને ઝડપી પડ્યા છે બાયડ પોલીસ સ્ટેશનમાં ઘરફોટા ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસે મધ્યપ્રદેશના જુદા જુદા વિસ્તારોમા રવાના થયેલ અને સ્થાનિક બાતમીદારો ઉભા કરી આરોપીઓની માહિતી મેળવી નાસતો ફરતો આરોપી ઉમેશ શંભુલાલ બાછડા (માલવી) રહે.બડીયા તા.મનાસા જી.મધ્યપ્રદેશ નાઓને ગામની ગ્રામ પંચાયત આગળ હોવાની બાતમી મળતા આરોપી સદર જગ્યાએથી ઝડપી પાડી વધુ તપાસ હાથધરી બાયડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી વધુ તપાસ હાથધરી હતી.