અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન
અરવલ્લીનો વટ વચન અને વોટ,દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે
લોકશાહીના પર્વને મતદારો સારી રીતે મનાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને અનુકૂળ રહે એ રીતની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં 85 વર્ષ ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગો મતદારો ઘરે બેઠા પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચની ટીમ ઘરે ઘરે ફરીને મતદાન કરાવે છે. 85 વર્ષથી વધુ ઉંમરના જે મતદારોએ 12 D ભર્યું હોય તે આ મતદાન કરી શકતા હોય છે.ઘરે જ મત કુટિર બનાવી બેલેટ ઇશ્યુ કરીને લોકશાહી પદ્ધતિથી ન્યાયિક રીતે મતદાન કરાવ્યું હતું.